તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિવાદ:અંદાડામાં બિલ્ડિંગ ઉપર બનતા ટાવર સામે વિરોધ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી કંપનીના ટાવર ઊભા કરાતાં વિવાદ

અંદાડા ગામે બિલ્ડિગ પર ઉભા થતા ટાવરનો સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. સી.કે. કોમ્પ્લેક્ષમાં ખાનગી કંપની દ્વારા ઉભા થઇ રહેલ ટાવરને લઇ વિવાદ સર્જાતા તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક નોટીશ આપી કામગીરી અટકાવી હતી. અંકલેશ્વર તાલુકાના અંડાદા ગામે છાપરા પાટીયા પાસે આવેલા સી કે પટેલ કોમ્પ્લેક્ષમાં ખાનગી કંપનીઓના ટાવર ઉભો કરવાની પેરવી થઇ રહી હતી. જે અંગે કોમ્પલેક્ષના દુકાનદારો તેમજ રહેણાંક પરિવારોએ ભરૂચ જિલ્લા સમાહર્તા કલેકટરને આ ટાવરનું કામ તાત્કાલિક ધોરણ અટકાવાની માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અગાઉ ટાવર વાળી જગ્યા પર આવેલ તમામ સોસાયટીના રહીશો એકત્ર થઇ ટાવર કોન્ટ્રાક્ટર સામે બુધવાર ના રોજ ભારે વિરોધ કર્યો હતો. જ્યાં કોન્ટ્રક્ટરે કોર્ટ ની મંજૂરી લઇ કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવી કામગીરી ચાલુ રાખી હતી. લોકોએ ફરી જિલ્લા સમાહર્તાને ફરિયાદ કરતા ત્વરિત અસર થી બૌડા ની ટિમ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિક રહીશો રજુઆત સાંભળી હતી તેમજ ટાવર ની કામગીરી અટકવી બિલ્ડર અને ઇજારદાર ને નોટીશ ફટકારી હતી. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં ટાવર ઉભો કરતાં અમને તકલીફ ઉભી થઈ રહી છે તેમ જ મોબાઈલ ટાવરના લઈ વિવિધ રોગોની સમસ્યાઓ છે તે ઊભી થવાની ભીતિ સેવાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો