નર્મદા મૈયા બ્રીજ પરથી પુરપાટ જતાં ભારદારી વાહનોને કારણે અકસ્માતો સર્જાતાં હોવાની રાવને લઇને તંત્રએ 25મીથી બ્રીજ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેવામાં બ્રીજ પર ત્રણ દિવસથી ડુલ થયેલી લાઇટના કારણે અકસ્માતો સર્જાવાની શક્યતાઓ વધી ગઇ છે.
નર્મદા મૈયા બ્રિજ ની છેલ્લાં 15 દિવસ થી બત્તી ગુલ થઈ જવા પામી છે. વારંવાર રજૂઆત છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા અન્ય વિભાગ પર દોષનો ટોપલો નાંખી પોતાની જવાબદારી ન હોવાનું જણાવ્યું હતું. બ્રિજ પર મૂકવામાં આવેલી લાઇટો 15 દિવસથી બંધ હોવાને પગલે ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. 315 દિવસ માં અત્યાર સુધી 100 થી વધુ દિવસ લાઇટ ની સમસ્યા રહી છે.
સતત પંદર દિવસથી અંધારપટ છવાતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. અંકલેશ્વર-ભરૂચ વચ્ચે નિર્માણ પામેલા નર્મદા મૈયા બ્રિજ શરૂ થયાને હજી 315 દિવસ થયા છે. ત્યારે આ બ્રિજ પર મૂકવામાં આવેલી લાઇટો અત્યાર સુધીમાં 100 દિવસ થી વધુ દિવસ બંધ રહેવાને પગલે ચાલકોને હાલાકી પડી રહી છે.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર વાહનોનું ભારણ વધતાં અકસ્માતની ઘટનાઓ પણ દિનપ્રતિદિન બની રહી છે, ત્યારે આ બ્રિજ ઉપર મુકવામાં આવેલી લાઈટો સતત ત્રણ દિવસથી બંધ હોવાની બુમરાણ ઉઠી છે. અકસ્માત ઝોન તરીકે પ્રચલિત આ બ્રિજ પર લાઇટોનો અભાવ અકસ્માતોને વધુ આમંત્રણ આપી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક બંધ પડેલી લાઈટો ચાલુ કરાવવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉભી થઇ છે..
બ્રિજથી ગડખોલ પાટીયા સુધી પુનઃ લાઇટ શરૂ કરવા માગ
ભૂતકાળમાં 12 વર્ષ પૂર્વે માંડ 6 મહિના સુધી ભરૂચ - અંકલેશ્વર વચ્ચે લાઇટ ચાલુ કરાઈ હતી જે બંધ થયા બાદ આજ દિન સુધી ચાલુ થઈ નથી. ત્યારે માર્ગ પર અંધારપટ ને લઈ રાત્રીના સમયે અનેકવાર રાહદારીઓ અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે. નર્મદા મૈયા બ્રિજથી ગડખોલ પાટીયા બ્રિજ સુધી પુનઃ લાઇટ શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો-વાહન ચાલકો દ્વારા માગ કરાઈ રહી છે.
રાત્રીના સમયે અકસ્માતોનો ભય રહે છે
નર્મદા મૈયા બ્રિજ પર છેલ્લા ત્રણ દિવસથી સદંતર લાઇટ બંધ રહેવાને કારણે વાહન લઇને જતી વેળાં કાળજી રાખવી પડે છે. અન્ય જિલ્લાના વાહનો પુરઝડપે પસાર થતાં હોઇ તેમજ ટર્નિંગ પર અકસ્માત થવાનો ભય સતાવતો રહે છે.-અમૃત સોલંકી, વાહન ચાલક.
ભારદારી વાહનો બંધ થતાં આંશિક રાહત
વધતા જતાં અકસ્માતના પગલે જિલ્લા કલેકટર દ્વારા 25મેથી બ્રિજ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ લાદ્યો છે. અને બ્રિજ પર ભારદારી વાહનો માટે લોખંડની એંગલો લગાવામા આવશે. ત્યારે રાત્રી દરમિયાન ભારદારી વાહન આવાગમન અટકતા અન્ય વાહન ચાલકોને થોડી રાહત થશે.
વડોદરા ઇલેક્ટ્રિક R&B વિભાગની જવાબદારી
નર્મદા મૈયા બ્રીજ પરની લાઇટની જવાબદારી ઇલેક્ટ્રિક આરએન્ડબી વડોદરાની છે. તેમના એક ઇલેક્ટ્રિશિયન અહીં બેસે છે. તેમને આ મામલે વાત કરી છે જોકે, તેઓ લાઇટ ફ્લક્ચ્યુએશનનું કારણ આગળ ધરે છે. તેઓ ડીજીવીસીએલ સાથે સંકલન કરી સમસ્યાનું નિરાકરણ કરવાના છે. -અનિલ વસાવા, R&B, ભરૂચ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.