સ્પોર્ટસ મેળાનું આયોજન:બાળકોમાં ખેલ પ્રત્યે ઉત્સાહ વધારવા JCI અંકલેશ્વર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું; જિલ્લાના 850 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

અંકલેશ્વર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાળકોમાં ખેલ તરફનો ઉત્સાહ વધે એ જ વિચારથી જેસીઆઈ અંકલેશ્વરે સ્પોર્ટ્સ મેળા કોમ્પિટિશનનું આયોજન પીપી.સવાણી સ્કુલમાં કર્યું હતું. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા કેરમ, ચેસ, બેડમિન્ટન, સ્વિમિંગ, સ્કેટિંગ જેવી સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન પી.પી.સવાણી સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ ડીસ્ટ્રીકના 850થી વધારે બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

બાળકોમાં ખેલ તરફનો ઉત્સાહ વધે એ જ વિચાર થી જેસીઆઈ અંકલેશ્વરે સ્પોર્ટ્સ મેળા કોમ્પિટિશનનું આયોજન પીપી.સવાણી સ્કુલમાં કર્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના 850થી વધારે બાળકોએ કેરમ, ચેસ, બેડમિન્ટન, સ્વિમિંગ, સ્કેટિંગ જેવા વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રેસિડેન્ટ ઓફ જેસીઆઈ અંકલેશ્વર જેસી કિંજલ શાહ, ઝોન વાઈઝ પ્રેસિડેન્ટ જેસી હુસેન, ઝોન કોર્ડીનેટર જેસી મેહુલભાઈ, ઝોન કોર્ડીનેટર જેસી હેમલ પંચાલ, નોમ કોર્ડીનેટર જેસી ચિત્રાંગ સાવલિયા, પાસ્ટ એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહએ સ્પોર્ટ્સ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું.

રમતમાં જીત મેળવનાર વિજેતાઓને ટ્રોફી વિતરણ પણ કરાયું હતું. પ્રોજેક્ટ ચેરમેન જેસી સિયા મોહન શુક્લા, પ્રોજેક્ટ કોર્ડીનેટર જેસી શીતલ જાની, જેસી વલકેશ પટેલ, જેસી તેજસ પંચાલ સાથે સમગ્ર જેસીઆઈ અંકલેશ્વરની ટીમે આ પ્રોગ્રામને સફળ કરવા માટે મહેનત કરી હતી. દરેક વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. જેમાં અલગ અલગ સ્કૂલમાંથી આવેલા બાળકો પોતાની સ્પોર્ટ્સમેન સ્પિરિટ દેખાડીને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...