સુગરની માઠી દશા:માવઠાથી પંડવાઈ અને વટારીયા સુગરનું પ્રોડક્શન ઠપ

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેરડી કટીંગ અટકી જતા પિલાણ બંધ : આગામી 10 દિવસનું કટીંગ અટકતા સુગરને પ્રોડક્શન લોસ

માવઠાની અસર હવે સુગર મિલ પર પણ જોવા મળી રહી છે. પંડવાઈ અને વટારીયા સુગરમાં પ્રોડક્શન ઠપ થઇ ગયું છે. શેરડી કટીંગ અટકી જતા પિલાણ બંધ થયું છે. આગામી 10 દિવસ સુધી કટીંગ અટકતા સુગર ફેક્ટરીઓને પ્રોડક્શન લોસ વેઠવાનો વારો આવશે. આગામી 10 દિવસમાં પંડવાઈ અંદાજે 50 હજાર ટન શેરડી પીલાણ અટકશે.વટારીયાને પણ 32 હજાર ટન પીલાણ ઠપ થશે. શેરડી કટીંગ કરતા મજૂરો પણ પડાવ માં ઘેરાયા છે. રાજ્યની તમામ સુગર મિલને અસર જોવા મળી છે. ખાંડ સહીત ઇથેનોલના ઉત્પાદન પર અસર ઉભી થઇ છે.

છેલ્લા 3 દિવસથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અને સતત્ત વરસી રહેલા વરસાદને લઇ ખેતરમાં પાણી ભરાવો થવાની સાથે જમીન ભીની થતા શેરડી કાપતા મજૂરો માટે જવું મુશ્કેલ બન્યું છે. ટ્રક કે અન્ય વાહનો પણ શેરડી કટીંગ સ્થળ પર વરસાદ ને લઇ પહોંચી શકે એમ નથી. જેના કારણે શેરડી પીલાણ સીઝન 2021-22નું પીલાણ છેલ્લા 2 દિવસ થી અટકી ગયું છે. આગામી 10 દિવસ થી કટીંગ અટકી જવાનું સુગર ફેક્ટરી મેનેજમેન્ટ દ્વારા શંકા વ્યક્ત કરાઈ રહી છે.

જે જોતા 10 દિવસ સુધી સુગર મિલ પીલાણ અટકી પડતા બંધ થવાની પ્લાન્ટ શટડાઉન થયા છે. જેને લઇ પ્રોડક્શન લોંસ થવાની શરૂઆત થઇ છે. પંડવાઈ સુગર દ્વારા 7.50 લાખ મેટ્રિક ટન શેરડી પીલાણ અંદાજ સામે છેલ્લા એક મહિનામાં હજી સુધી 1.25 લાખ મેટ્રિક ટન પીલાણ થયું છે. રોજના 5 હજાર ટન હાલ પીલાણ કરવામાં આવ્યું હતું. તો વટારીયા સુગર ના 6 લાખ મેટ્રિક ટન વાવેતર સામે 6 લાખ મેટ્રિક ટન પીલાણ થવાનો અંદાજ હતો જેની સામે હાલ માત્ર 1 લાખ ટન પીલાણ થયું છે.

10 દિવસમાં 40 હજાર ટન પિલાણ અટકી જશે
માવઠાને લઇ મજૂરો કે શેરડી ભરવા જતા ટ્રક - ટ્રેક્ટર ખેતરમાં નહીં જઈ શકતા શેરડી કટીંગ અટકી જવાથી પિલાણ પણ અટક્યું છે.વટારીયા સુગરના સભાસદો 6 લાખ મેટ્રિક ટન શેરડીનું વાવેતર કર્યું છે. આ સિઝનમાં 6 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાનું હતું તેની સામે હજી હાલમાં 1 લાખ ટનનું જ પિલાણ થયું છે. કટીંગ અટકી જતાં આગામી 10 દિવસમાં 40 હજાર ટન પિલાણ અને તેની બાય પ્રોડક્ટનું પ્રોડક્શન પણ અટકી જશે.> કરશન પટેલ, વાઇસ ચેરમેન, વટારીયા સુગર.

ખેડૂતો માટે માવઠા રૂપી આફત આ વર્ષે વધુ એક ફટકો
શેરડી નું કટીંગ અટકી જતા ખેડૂતો માટે મોટી સમસ્યા ઉદભવી છે. પાકને નુકસાન થવાની સાથે સાથે આર્થિક સમસ્યા પણ સર્જાઈ શકે છે. કટીંગ ના થતા ખેડૂતો માટે માવઠા રૂપી આફત ચાલુ વર્ષે વધુ એક ફટકો પડ્યો છે.

રાજ્યની તમામ સુગરને અસર થશે
માવઠાથી શેરડીનું કટીંગ અટકી જતા પિલાણ થંભી ગયું છે. જેને લઇ હાલ પ્રોડક્શન લોસની શરૂઆત થઇ છે. 10 દિવસ સુગર ફેક્ટરી બંધ રહેતા અંદાજે દિવસના 5 હજાર ટન પિલાણ જોતા 50 હજાર ટન પિલાણ અટકી પડશે. રાજ્યની તમામ સુગરને અસર થશે. ખેતરમાં જવું મુશ્કેલ બનતા કટીંગ અટકી પડ્યું છે.> ઈશ્વરસિંહ પટેલ, ચેરમેન, પંડવાઈ સુગર.

અન્ય સમાચારો પણ છે...