આખરી ઓપ:અંકલેશ્વરમાં બે સ્થળે ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ શરૂ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરભાઠા બેટ જળકુંડ ખાતે અને હાંસોટ રોડ પર ભીડ ભંજન હનુમાન મંદિરે કુંડ ઉભો કરાયો

અંકલેશ્વર હવે બે સ્થળે વિસર્જન કરી શકાશે. બોરભાઠા બેટ જળકુંડ ખાતે તેમજ હાંસોટ રોડ ભીડ ભંજન હનુમાનજી મંદિર ખાતે પણ કુંડ ઉભો કરાયો છે. નગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન અંગે કૃત્રિમ તળાવ ની કામગીરી હાથ ધરી હતી. તંત્ર ની ગાઈડ લાઈન મુજબ કૃત્રિમ તળાવ માં મંડળો તેમજ ઘરમાં પ્રસ્થાપિત ગણેશ પ્રતિમા નું વિસર્જન કરવામાં અપીલ કરાઈ હતી. ગણપતિ વિસર્જન ના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,ત્યારે અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા અને તાલુકા વહીવટી તંત્ર તેમજ ગણેશ મંડળો અને આયોજન તથા પોલીસ વિભાગની મળેલી બેઠકમાં ગણપતિ વિસર્જન અંગે ચર્ચા કરવામાં આવી હતી

જેમાં ગણેશ મંડળ ના આયોજકો ને જળકુંડ માં વિસર્જન ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું તેમજ ઘર માં અને પંડાલ માં પ્રસ્થાપિત બે ફૂટ ની મૂર્તિ ને ઘર આંગણે વિસર્જન કરવા અંગે જણાવ્યું હતું જો કે જળકુંડ ખાતે વિસર્જન સમયે ઘસારો ન થાય તે માટે નગરપાલિકા દ્વારા જળકુંડ સિવાય હાંસોટ રોડ ઉપર ભીડભંજન હનુમાન મંદિર ની પાછળ રામકુંડ જવા ના રોડ પર તળાવ ની બાજુમાં કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કુત્રિમ તળાવ માં ઘર માં પ્રસ્થાપિત અને પંડાલ માં પ્રસ્થાપિત ગણપતિ ની પ્રતિમાનું વિસર્જન કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

પાલિકા પ્રમુખ વિનય વસાવા દ્વારા કોરોના મહામારી ને લઇ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન અનુસરણ કરી પાલિકા દ્વારા જળકુંડ તેમજ ભીડ ભંજન હનુમાનજી મંદિર ખાતે ઉભા કરવામાં આવેલા તળાવમાં વિસર્જન કરવામાં આવે તેવી અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...