આખરી ઓપ:અંકલેશ્વરમાં પરંપરાગત શેરી ગરબાની તૈયારી શરૂ

અંકલેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યવસાયિક ગરબા આયોજકોને મંજૂરી ન મળતા પુનઃ શેરી ગરબા આકર્ષણ જમાવશે

અંકલેશ્વર માં કોરોના કાળ લાવ્યો અસલ શેરી ગરબાનો રંગ. અંકલેશ્વર પરંપરાગત શેરી ગરબાની તૈયારી પુરજોશમાં શરુ કરાઈ છે. અંકલેશ્વરમાં 5 થી વધુ સ્થળે શેરી ગરબા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અંકલેશ્વર વિવિધ સોસાયટી માં પણ ચાલુ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. મેગા તેમજ વ્યવસાયિક ગરબા આયોજન ને મંજૂરી ના મળતા ચાલુ વર્ષે પુનઃ શેરી ગરબા આકર્ષણ જમાવશે. 400 વ્યક્તિ ની મર્યાદિત સંખ્યા વચ્ચે શેરી ગરબા કરવા આયોજક અને સમાજ કટિબદ્ધ બન્યા છે.

કોરોના મહામારી વચ્ચે છેલ્લા 2 વર્ષથી ગુજરાત ની ઓળખ સમા ગરબા નું મેગા આયોજન થઇ શક્યું નથી. ગત વર્ષે સંપૂર્ણ ગરબા આયોજન બંધ રહ્યા બાદ ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 400 વ્યક્તિ ની મર્યાદા વચ્ચે શેરી ગરબાનું આયોજન કરવા કોરોના ગાઈડલાઈન સાથે છૂટછાટ આપી છે. જેને લઇ ગરબા ખેલૈયાઓ માટે સૌથી સારા સમાચાર સામે આવ્યા છે. અંકલેશ્વર માં પુનઃ એકવાર શેરી ગરબાની બોલબાલા જોવા મળી રહી છે. અંકલેશ્વર વિવિધ સમાજ તેમજ ફળીયા માં ગરબાનું આયોજન ની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો કેટલીક સોસાયટી દ્વારા પણ આ આયોજન તરફ વળ્યાં છે. અંકલેશ્વર માર્કેન્ડેશ્વર મહાદેવ મંદિર ચોક, માલી ખડકી , ગોયા બજાર કાયસ્થ સમાજ નવદુર્ગા મંદિર, શાક માર્કેટ મોદી સમાજ, રાણા સમાજ ગોલવાડ ખાતે શેરી ગરબા આયોજન કરાઇ રહ્યું છે.

શેરી ગરબા ની મંજૂરી ને લઇ વિવિધ સમાજના સામાજિક ગરબા રંગત પુનઃ જોવા મળશે તેમજ સામાજિક સંfગઠન સાથે પુનઃ એકવાર ઘર આંગણે જ દીકરી -દીકરા સહ પરિવાર ગરબા રમતા જોવા મળશે. અંકલેશ્વર જીઆઇડીસી તેમજ વિવિધ ગ્રામ્ય વિસ્તાર માં પણ શેરી ગરબા, ગામ ગરબા નું આયોજન કરાઇ રહ્યું છે. જે જોતા મેગા ગરબાનું આયોજન જાણે શેરી ગરબા રૂપે લોકો ઘર આગણે પુનઃ જોવા મળશે. પરંતુ તેમાં સામાજિક અને શેરી પૂરતા રહીશો માટે આ મર્યાદિત આયોજન જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...