તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદૂષણનો ઇન્ડેક્ષ:પ્રદૂષણનો ઇન્ડેક્ષ અંકલેશ્વરમાં સૌથી ઊંચો : રવિવારે 345 AQI નોંધાયો

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોરોના કાળ વચ્ચે વધતું હવા પ્રદુષણ આરોગ્ય માટે ચિંતાજનક સાબિત થયુ છે. - Divya Bhaskar
કોરોના કાળ વચ્ચે વધતું હવા પ્રદુષણ આરોગ્ય માટે ચિંતાજનક સાબિત થયુ છે.
 • કોરોના કાળ વચ્ચે વધતું હવા પ્રદુષણ આરોગ્ય માટે ચિંતાજનક
 • નવેમ્બર-ડિસેમ્બરના 2 દિવસ રેડ ઝોનમાં હવા પ્રદૂષણ નોંધાયું

અંકલેશ્વરમાં સૌથી પ્રદૂષિત મહિના તરીકે નવેમ્બર મહિના સીપીસીબી ઓનલાઇન મોનિટરિંગ સિસ્ટમની વેબસાઈટ પર નવેમ્બરમાં 12 દિવસ યલો ઝોન, 9 દિવસ ઓરેન્જ ઝોન અને 2 દિવસ રેડ ઝોન હવા પ્રદૂષણ પહોંચી ગયું હતું. જે આખા વર્ષ દરમિયાન સૌથી વધુ પ્રદૂષિત મહિનો હવા પ્રદુષણની દ્રષ્ટ્રિએ જોવા મળ્યો હતો. હવે ડિસેમ્બર મહિનામાં પ્રારંભિક મહિને કાબુમાં આવ્યા બાદ ફરી એકવાર સૌથી પ્રદૂષિત હવા છેલ્લા 3 દિવસથી જોવા મળી રહી છે. જેમાં શુક્રવારે 273 એકયુઆઈ ઓરેન્જ ઝોનમાં હતો. શનિવારે 302 એક્યુ.આઈ. સાથે રેડ ઝોનમાં પહોંચ્યું હતું. જેની માત્રા ઘટવાને બદલે વર્ષના સૌથી હવાના દિવસ તરીકે જોવા મળી હતી.

વર્ષના અંતિમ દિવસોમાં 2020માં સૌથી વધુ પ્રદુષિત હવા 27 ડિસેમ્બરના રોજ સીપીસીબીના ઓનલાઇન મોનિટરિંગ સિસ્ટમમાં નોંધાઇ છે. જેમાં પી.એમ. 2.5ની માત્રા મિનિમમ 303 અને એવરેજ 345 તો મેક્સિમમ 368 પર પહોંચી છે. જે સૌથી ઘાતક માત્ર જોવા મળી છે. પીએમ 10 પણ મેક્ઝિમમ 231 પર પહોંચી ગયો છે. જેની એવરેજ માત્રા 189 નોંધાયા છે. એસ.ઓ.2ની માત્રા મેક્સિમમ 105 અને એવરેજ 53 જોવા મળી હતી તો સીઓની માત્રા એવરેજ 95 અને મેક્સિમમ 103 પર પહોંચી છે. જેમાં પ્રતિન ઓવર બ્રિજ પાસે આવેલ બીનાકયા કામની પાસે હવા પ્રદુષણ માત્ર સૌથી ખરાબ જોવા મળી હતી

GPCB કડક કાર્યવાહી કરેે તેવી અપીલ
છેલ્લા કેટલાક વર્ષો થી ઓનલાઇન સીપીસીબી એકયુઆઈ પરથી અમે નજર રાખી રહ્યા છે. જેમાં ચાલુ વર્ષે નવેમ્બરમાં 2 દિવસ રેડ ઝોનમાં જેમાં એક દિવસ 308 અને એક દિવસ 315 એકયુઆઈ નોંધાયો હતો. તો ડિસેમ્બરમાં પણ ગત રોજ 302 અને આજરોજ 345 એકયુઆઈ નોંધાયો છે.જે આખા વર્ષ દરમિયાનનો સૌથી હાઈ એકયુઆઈ નોંધાયો છે. હવા પ્રદુષણની માત્રા ખરેખર અત્યંત જોખમી રીતે વધી રહી છે જે ચિંતાનો વિષય છે. જેને નિયંત્રણમાં લેવા જીપીસીબી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ છે.- સલીમ પટેલ, પ્રકૃતિ પ્રેમી

પ્રદૂષણની વર્તમાન સમયમાં શું અસર થશે ?
હવા પ્રદુષણ વધે તો શ્વાસોશ્વાસને લગતા રોગ થવાની શક્યતા વધી જાય છે. જેને લઇ આપણા શરીર માં રોગ પ્રતિકારક શક્તિધટી શકે છે. વર્તમાન સમય માં કોરોના મહામારી માં રોગ પ્રતિકારણ શક્તિ જેની ઓછી છેતેને જલ્દી કોરોના ચેપ ફેલાઈ રહ્યોહોવાનું જોવા મળી રહ્યું છે. એક્ષ્પર્ટઓ મતે વર્તમાનસમયમાં કોરોના એ જે બીજી પીક પકડી છે. તેમાં આ સ્તર ની પ્રદુષિત હવા જોખમી અને ગંભીર બાબત બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો