તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વરસાદી કાસમાંથી પ્રદૂષિત પાણી ખાડીમાં ફેલાતું રોકતી પાળ ગાયબ

અંકલેશ્વર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છાપરા ખાડીમાં પાણી ભેળવાતા જળચર પ્રાણીઓના મોત થયા હતા
 • પર્યાવરણને નુકસાન કરતા તત્વો સામે કાર્યવાહી કરવા માગ કરાઇ

અંકલેશ્વર જીઆઇડીસી હદ વિસ્તારમાં ઓદ્યોગિક પ્રદુષિત પાણી વરસાદી કાંસ દ્વારા ખાડીઓ ને પ્રદુષિત થવાની અનેક ફરિયાદો બાદ જીપીસીબી, NCT અને નોટિફાઇડ ના અધિકારીઓ ની ટીમ દ્વારા કેટલાક ચોક્કસ સ્થળો નક્કી કરી પ્રદુષણને કન્ટ્રોલ કરવા વરસાદી કાસ પર અલગ અલગ જગ્યાઓ પર માટીના પાળા બનાવવામાં આવ્યા હતા જે કેટલાક પ્રદુષણ પ્રેમીઓ દ્વારા દૂર કરી દેવામાં આવ્યા છે.

ભૂતકાળમાં સી પમ્પીંગ પાસેથી અમરાવતી ખાડી અને બી પમ્પીંગ સ્ટેશન પાસેથી છાપરા ખાડીમાં આ પ્રદુષિત પાણી જવાના કારણે જળચળ પ્રાણીઓ અને માછલીઓના મૃત્યુના બનાવો તેમજ ખાનગી જમીનો પ્રદુષિત થઇ હોવાના બનાવો બન્યા હતા અને જીપીસીબીની તપાસના અનુસંધાને જીપીસીબી દ્વારા નોટિફાઇડ અંકલેશ્વરને કસુરવાર માની નોટીસો અને 10 લાખ રૂપિયાના દંડ સહીતની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ ના જણાવ્યું હતું, કે હવા અને પાણીના પ્રદુષણ બાબતે અંકલેશ્વરના આકડાઓ આજે પણ જીપીસીબી ના માપદંડો થી વિપરીત છે. ત્યારે તેને કન્ટ્રોલ કરવા માટે થતી કાર્યવાહીમાં અવરોધ પેદા કરનારા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો