તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ કાયદાનો વિરોધ:કૃષિ કાયદાના વિરોધમાં વાલિયા ચોકડી પાસે ચક્કાજામની ચીમકીથી પોલીસ દોડી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. - Divya Bhaskar
અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો.
  • ભરૂચ જિલ્લા ખેડૂત સમાજનું આંદોલનને સમર્થન
  • ચક્કાજામ કરવા કોઈ ન આવતા તંત્રને રાહત

કૃષિ કાયદાના વિરોધ કરી રહેલ ખેડૂતો આપેલ ચક્કા જામને વાલિયા ચોકડી પોલીસનો જમાવડો જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ સમર્થન આપતા તકેદારીના ભાગ રૂપે પોલીસ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે બપોરમાં અંતે ચક્કાજામ કરવા કોઈજ સામે ના આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં અને કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લાના ખેડૂત આગેવાનોએ હાઇવે ચક્કાજામ ની જાહેરાત કરી હતી જે જાહેરાતને લઇ પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું હતું ખાસ કરી ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા દિલ્હી ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. જેને લઇ ખેડૂતો દ્વારા અંકલેશ્વર ખાતે ચક્કાજામ ના કરે તે માટે અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વાલિયા ચોકડ, રાજપીપલા ચોકડી સહીત વિસ્તારો માં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. તેમજ હાઇવે પર પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

શનિવારે સવારથી ખડેપગે રહેલી પોલીસ બપોર સુધી કોઈજ ખેડૂત ના આવતા રાહનો દમ લીધો હતો. અને પોલીસ બંદોબસ્ત વિખેરી ચૂંટણી લક્ષી કામગીરી માં જોતરાય હતી. તેમજ કોઈજ ચક્કાજામ ના સર્જાયા ખેડૂતો રાહનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો