તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાઇનાઇડથી પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી સામે પોલીસે વધુ એક ગુનો નોંધ્યો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્જેક્શન અને બોટલમાં લિક્વીડ બનાવ્યું તે પુરાવાનો નાશ કર્યો

સાઇનાઇડ બોટલમાં ઈન્જેક્ટ કરી સારંગપુરની પ્રેમિકાની હત્યા કરનાર મોતાલીના પ્રેમી વિરુદ્ધ પોલીસે વધુ એક ગુનો નોંધ્યો છે. હોસ્પિટલમાં પ્રેમિકાને જે ઇન્જેક્શન અને બોટલમાં ગોળીનું લીકવીડ બનાવ્યું હતું તે પુરાવાનો નાશ કર્યો હતો. પોલીસે દ્વારા પુરાવા નાશ કરવાનો વધુ એક ગુનો દાખલ કર્યો હતો. પોલીસ દ્વારા હોસ્પિટલ તબીબ સહિત કર્મચારીઓ ના નિવેદન લીધા હતા. અંકલેશ્વરમાં સૌથી ચોંકાવનાર હત્યાકાંડ મોતાલી સાઇનાઇટ પ્રકરણમાં પ્રેમી જીગ્નેશ પટેલ સામે પોલીસે ગાળ્યો વધુ મજબૂત કર્યો છે.

ગત 8મી જુલાઈએ ઓરેન્જ હોસ્પિટલ માં સારવાર હેઠળ રહેલા પત્નીને ઉર્મિલા ને તબીબો દ્વારા ચઢાવવામાં આવેલ બોટલ માં ઇન્જેક્શન વડે સાઇનાઇટ ઈન્જેક્ટ કરી મોતને ઘાટ ઉતારી હતી જે તે વખતે પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો શંકાસ્પદ મોત થતા દાખલ કર્યો હતો અને સ્વ. ઉર્મિલાબેન નું પેનલ પી.એમ તેમજ વિશેરા લીધા હતા એટલું જ નહિ એફ.એસ.એલ ની પણ મદદ લીધી હતી.

જો કે હત્યારા જીગ્નેશ એ જે બોટલ માં સાઇનાઇટ ની ગોળી પાણી નાખી ઓગાળી હતી અને જે ઇન્જેક્શન વડે સાઇનાઇટ બોટલ માં ઈન્જેક્ટ કર્યું હતું તે બંને પુરાવાનો નાશ કરી દીધો હતો. જે પોલીસ તપાસ માં ના મળી આવતા તેમજ પૂછપરછ માં તેને પુરાવાનો નાશ કર્યો હોવાનું સામે વાત પોલીસ દ્વારા કોર્ટ ની મજૂરી લઇ પુરાવા ના નાશનો વધુ એક ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...