તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટકાયત:લગ્ન પ્રસંગમાં મંજૂરી વિના રાત્રે ડીજે વગાડનાર એકની પોલીસે અટક કરી

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટમાં લગ્નમાં ડીજે વગાડનાર અને બોલાનવાર વિરૂદ્ધ ગુનો
 • પોલીસ દ્વારા જાહેર જનતા જોગ પરવાનગી વગર ડીજે નહીં વગડાવા અપીલ કરી

અંકલેશ્વર શહેરના જૂના બોરભાઠા બેટ માં મંજૂરી વગર રાત્રી ડીજે વગાડતા ઈસમ ઝડપાય જવા પામ્યો હતો. પોલીસે લગ્ન પ્રસંગ માં આવેલ ડીજે. સંચાલક ની ધરપકડ કરી હતી. તેમજ સોશ્યલ ડિસ્ટન્સ તેમજ જાહેરનામાનો ભાગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો. પોલીસે જાહેર જનતા જોગ પરવાનગી વગર ડીજે ના વગડાવા અપીલ કરી હતી.

અંકલેશ્વર શહેર પોલીસ મથકે શનિવાર ની રાત્રી ના ટેલિફોનિક વર્ધી આધારે જુના બોરભાઠા બેટ ખાતે ડીજે મોડી રાત્રી સુધી ચાલી રહ્યો હોવાની ફરિયાદ મળી હતી. જે આધારે પોલીસ કાફલો ગામ ખાતે પહોંચ્યો હતો જ્યાં ભરૂચ મક્તમપુર ના ડી. જે. સંચાલક ભારદ્વાજ દિલીપસિંહ યાદવની ડીજે ચાલી રહ્યું હતું જે આધારે પોલીસે ડીજે સંચાલક ની લગ્ન પ્રસંગ માંથી ધરપપકડ કરી હતી.

તેમજ ડીજે બંધ કરાવ્યો હતો. એટ્લુજ નહિ સોશ્યલ ડિસ્ટન્સ અને જિલ્લા કલેક્ટર ના જાહેરનામાના ભંગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો. તેમજ પોલીસે દ્વારા જાહેર જનતા દ્વારા અપીલ કરી હતી દિવસ રાત કોઈપણ સંતે મંજૂરી વગર ડીજે વગાડવામાં આવશે તો તેમની સામે ગુનો નોંધવામાં આવશે તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ ની ગાઈડ લાઇન મુજવની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે જેમાં 5 વર્ષ ની સજાની જોગવાય છે.

જેમાં ડી.જે. માલિક, તથા ડી.જે. બોલાવનાર સામે ગુનો નોંધવામાં આવશે અને તમામ ની ધરપકડ કરવામાં આવશે અને મુદ્દામાલ રૂપે ડીજે જપ્ત કરવામાં આવશે જે કોર્ટ ના હુકમ વગર છોડવામાં આવશે નહિ તેવી હિદાયત સાથે મંજૂરી વગર ડી.જે ન વગાડવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો