હિમંતનગરમાં બાળકીને જીવતી જમીનમાં દાટી દેવાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં અંકલેશ્વરમાં લોકશકિત એકસપ્રેસમાંથી એક દોઢ વર્ષીય બાળકી બિનવારસી હાલતમાં મળી આવતાં તને સંરક્ષણ ગૃહમાં સોપવામાં આવી છે.અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે લોકશક્તિ ટ્રેનમાંથી દોઢ વર્ષીય બાળકી મળી આવી છે. ટ્રેનના કોચ નંબર બી--6 પાસેના કોરીડોરમાં આ બાળકી બિનવારસી હાલતમાં હતી. લોકરક્ષક દળના જવાનએ બાળકીના માતા-પિતા ની ટ્રેનમાં શોધખોળ કરવા છતાં તેઓ મળી આવ્યાં ન હતાં.
આખરે આ માસુમ બાળકીને અંકલેશ્વર રેલ્વે પોલીસના હવાલે કરવામાં આવી છે. તારીખ 6 ઓગસ્ટ ના રોજ મુંબઈ તરફ જતી લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન ડી-6ના કોચના કોરિડોરમાં માત્ર દોઢ વર્ષની બાળકીને સુતેલી હાલતમાં મુકી તેના વાલીવારસો ફરાર થઇ ગયાં હતાં.બનાવ અંગે કોચના અન્ય મુસાફરોએ પોલીસને જાણ કરી હતી. આ બાબત પેટ્રોલીંગ ટીમના ધ્યાને આવતાં તેમણે બાળકીના વાલીવારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પણ તેઓ ન મળી આવતાં બાળકીને અંકલેશ્વર રેલવે પોલીસને સોંપવામાં આવી હતી. હાલ આ બાળકીને સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.