ક્રાઇમ:કોપર ચોરી કેસમાં વધુ ચાર આરોપીને પોલીસે ઝડપ્યાં

અંકલેશ્વર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી કોપર ચોરીમાં 9 આરોપી પકડાયાં

શહેર પોલીસે કોપર ચોરી કેશમાં વધુ 4 આરોપીને ઝડપી પાડી કોપર જથ્થો જપ્ત કર્યો હતો. છેલ્લા 2 દિવસમાં વીડિયોકોન કંપની માં થયેલી કોપર ચોરીમાં 9 આરોપીને શહેર પોલીસે ઝડપી પાડ્યા છે. અંકલેશ્વર શહેર પોલીસ ગડખોલ પાટીયા વિસ્તારમાં પેટ્રોલિગ દરમિયાન વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન અંદાડા તરફ થી આવતી ઇકો ગાડીને શંકા આધારે રોકી ગાડીની તલાસી લેતા અંદર થી કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઇકો ગાડીમાં રહેલ વાલિયાના લુણા ગામના વિક્રમ વસાવા, પરસોલી ગામના રાકેશ વસાવા, કરસાર ગામના કિશાન વસાવા અને નીતિન વસાવાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસે થી 300 કિલો કોપરનો જથ્થો તેમજ ઇકો કાર મળી કુલ 2.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  

અન્ય સમાચારો પણ છે...