ભાસ્કર વિશેષ:જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાયું

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર રેવા અરણ્ય વન ખાતે સાયકલિસ્ટ ગ્રૂપ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

અંકલેશ્વર રેવા અરણ્ય વન ખાતે સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. ગ્રીન કવર વધારવા માટે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને જૂના બોરભાઠા બેટ પાસે ‘રેવા અરણ્ય’ નામનું મિયાવાકી જંગલ ની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

ભૌતિક વિકાસના કામોમાં વૃક્ષોનું મોટા પાયે છેદન થઈ રહ્યું છે. બિલ્ડર જંગલો અને વૃક્ષો કાપી ગગનચુંબી ઇમારતો તૈયાર કરી રહ્યા છે. જેને લીધે પ્રદૂષણ અને ઓક્સિજન લેવલ પર અસર વર્તાઈ છે. ખાસ કરીને શહેરોમાં કોંક્રિટના જંગલો વધી રહ્યા છે. ‘શહેરી વન’ એ શહેરોના ફેફસાં છે, જે ઓક્સિજન બેંક અને કાર્બન શોષક તરીકે કામ કરે છે.

ત્યારે રાજ્યમાં ગ્રીન કવર વધારવા માટે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જિલ્લામાં મિયાવાકી પદ્ધતિથી જંગલ તૈયાર કરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ પાસે ‘રેવા અરણ્ય’ નામનું મિયાવાકી જંગલ ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આજ રોજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન સંસ્થા ના મૈત્રી કલાપી બૂચ અને તેમના કાર્યકર્તા સાથે મળીને રેવા અરણ્ય ના પ્રોજેક્ટ નાં મુખ્ય કાર્યક્રમ મહમદભાઈ જાડલીવાલા, અંકલેશ્વર સાયકલિસ્ટ ગ્રુપના નરેશ પુજારા, તેમજ કિરણ મોદી અને પેરેડાઇઝ ઇન્ડિયાના સંસ્થાના અમિત રાણા દ્વારા સતત ત્રીજા વર્ષે મિયાવાકી જંગલ ઉભુ કરવા માટે વૃક્ષારોપણ કર્યું હતું.

આ રેવા અરણ્ય પ્રોજેકટ અંતર્ગત નીચાણવાળા ભાગ માટી પુરાણ કરી જમીન સમતલ કરી ફળદ્રુપ માટીનું પુરાણ કરી સિંચાઈ માટે સોલાર થી પાણીની પૂરતી વ્યવસ્થા કરી વધુ પ્રકારના દેશી અને પક્ષીઓને આકર્ષે તેવા વૃક્ષો નું રોપણી કરી હતી.મિયાવાકી પ્રક્રિયામાં ત્રણ પ્રકારના સ્તરોએ વૃક્ષોની વાવણી કરવામાં આવે છે, જેથી બે છોડ વચ્ચેનું અંતર સમાન રહે.આમ 2 જ વર્ષમાં વૃક્ષો સ્વાવલંબી બને છે.

અત્યારે જે સામાન્ય પદ્ધતિથી વૃક્ષોનો ઉછેર કરવામાં ત્રણ વર્ષ લાગે છે, તેના કરતા આ મિયાવાકી પદ્ધતિથી 2 વર્ષમાં જ વૃક્ષો સ્વાવલંબી બને છે. પીપળ, દેશી બબૂલ, ખાટી આમલી, સિરસ,શેતુર, નગોળ, અરડૂસી, સીતાફળ, કરેણ, જામફળ તથા કોઠા જેવા વૃક્ષો વાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...