તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલીમ:અંકલેશ્વર પાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર ડેમોસ્ટ્રેશનનું આયોજન

અંકલેશ્વર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગ જેવી હોનારત સંદર્ભે હોસ્પિટલ સ્ટાફને તાલીમ આપવામાં આવી
  • શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફટીના પગલાં લેવા અંગે જાણકારી આપી

અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ફાયર ડેમોસ્ટ્રેશન યોજાયું હતું. અંકલેશ્વર ની વિવિધ હોસ્પિટલ માં નિદર્શન સાથે ફાયર અને સેફટી ના પગલાં લેવા અંગે જાણકારી આપી હતી. હોસ્પિટલ સ્ટાફ ને આગ જેવી હોનારત સંદર્ભે જરૂરી તાલીમ પણ આપવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ચીફ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર વિસ્તાર માં આવતી વિવિધ હોસ્પિટલમાં ફાયર ડેમોસ્ટ્રેશન અને ફાયર સેફટી અંગે ની ચકાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જે અંતર્ગત અંકલેશ્વર સરગમ કોમ્લેક્ષ, મહાવીર ટર્નીંગ ટ્રેડ સેન્ટર ખાતે આવેલા વિવિધ હોસ્પિટલમાં સ્ટાફને ફાયર ડેમોસ્ટ્રેશન બતાવી જાણકારી આપવામાં આવી હતી. ખાસ કરીને આગ લાગે ત્યારે ફાયર બોટલનો ઉપયોગ કેવી રીતે કરવો, આગ લાગે ત્યારે સૌપ્રથમ શું કરવું તેમજ લોકોના જીવ કેવી રીતે બચાવી શકાય તે અંગેની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ ફાયર સ્ટાફ દ્વારા જરૂરી તાલીમ આપ્યા બાદ હોસ્પિટલ કર્મચારી ઓ પાસે લાઈવ ડેમોસ્ટ્રેશન પણ કરાવ્યું હતું તેમજ હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે જરૂરી અસરકારક પગલાં લીધી છે કે કેમ તે અંગે ની પણ જાણકારી મેળવી હતી

અન્ય સમાચારો પણ છે...