જળ પ્રદૂષણ ચરમ સીમાએ:પીરામણ ફાઇનલ અને સી પમ્પીંગ સ્ટેશનના પાળા પુન: ઓવર ફ્લો

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં ઔદ્યોગિક એકમો જળ પ્રદૂષણ ચરમ સીમાએ પહોંચ્યું છે. પુનઃ એકવાર સી પમ્પીંગ સ્ટેશન અને પીરામણ ફાઇનલ પમ્પીંગ સ્ટેશનના પાળા ઓવર ફ્લો થયો છે. સી પમ્પીંગ સ્ટેશન પાસે વરસાદી કાંસમાં ઘટ કાળા અને કથ્થઈ રંગનું કેમિકલ પાણી વહેતુ જોવા મળ્યું હતું. જીપીસીબીની કડક હિદાયત છતાં જળ પ્રદૂષણ અટકાવામાં નિષ્ફળ જોવા મળી રહ્યું છે. નોટીફાઈડ વિભાગને નોટિસ મળી છતાં પમ્પીંગ સ્ટેશન આગળ કેમિકલ પાણીનો ધોધ અટકાવવામાં નિષ્ફળ નીવડી રહ્યું છે. અમરાવતી અને આમલાખાડી બને પુનઃ એકવાર દૂષિત થઈ છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત વિસ્તારમાં પ્રદુષણ ફેલાવા માટે છૂટો દોર મળ્યો હોય એમ જળ અને હવા પ્રદુષણની દિવસે દિવસે ફરિયાદ વધી રહી છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારમાં કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી વરસાદી કાંસ અને જાહેરમાં વહેતા જોવા મળી રહ્યા છે. ચેમ્બરો ઉભરાવાની ફરિયાદ આમ બની છે. તો સી પમ્પીંગ સ્ટેશન અને આજુબાજુના વિસ્તારમાં વરસાદી કાંસ તેમજ અમરાવતી નદીમાં જતું પ્રદુષિત પાણી અટકાવવા માટે ઉભા કરવામાં આવેલ પાળા ઉભરાઈ રહ્યા છે કેમિકલ પાણી ધોધ સ્વરૂપે વહેતા જોવા પુનઃ એકવાર મળ્યા હતા આ વચ્ચે પુનઃ પીરામણ ફાઇનલ પમ્પીંગ સ્ટેશનનો પાળો ઉભરાયો હતો અને કેમિકલ યુક્ત પાણી પાડો ઓવર ફ્લો કેમિકલ યુક્ત પાણી સીધું આમલાખાડીમાં ભળી રહ્યું છે. જે અંગે હવે ફરિયાદ કરી પર્યાવરણવાદીઓ પણ થાકી ગયા છે. તો તંત્ર ફરિયાદ આધારે માત્ર સેમ્પલ લઇ કાર્યવાહી કરી રહ્યું છે.

વરસાદી ક્રીકમાંથી પ્રદુષિત પાણી ઉલેચી એન.સી.ટીમાં મોકલવાની જવાબદારી જેના સિરે છે નોટીફાઈડ વિભાગ નોટિસ અને જીપીસીબીના મેમ્બર સેક્રેટરીની કડક સૂચના હોવા છતાં કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી બને નદીમાં જતું અટકાવવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે વધેલા જળ પ્રદૂષણને લઇ ભૂગર્ભ જળ તેમજ જમીન બનેને નુકસાન થઇ રહ્યું છે. એટલું જ નહિ જળચર સૃષ્ટિ નો નાશ સાથે નર્મદા નદીમાં જળ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...