4 વર્ષથી વોન્ટેડ આરોપી DCBના સકંજામાં:પી.જી. ગ્લાસ કંપનીમાં લૂંટ-હત્યાના ગુનાના 2 આરોપી ઝડપાયા; બંનેને ટ્રાન્સફર વોરંટથી અંકલેશ્વર લવાયા

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરના ઉટીયાદરા ગામની પી.જી. ગ્લાસ કંપનીમાં લૂંટ અને હત્યાના ગુનામાં ચાર વર્ષથી વોન્ટેડ આરોપીઓને સુરત ડીસીબી પોલીસે મૂળ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ કુખ્યાત લૂંટારુઓને સુરતથી ઝડપી પાડ્યા હતા. આ બંનેય આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી અંકલેશ્વર લાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ભરૂચ પોલીસે 12 દિવસમાં જ 5 લૂંટારૂઓને ઝડપી પાડ્યા
અંકલેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામ ખાતે ગત 18મી સપ્ટેમ્બર 2019ના રોજ 2012થી બંધ પડેલી પી.જી. ગ્લાસ કંપનીમા મધ્યરાત્રીએ ધાડપાડુ ત્રાટકીને ખૂની ખેલને અંજામ આપીને 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી તેમજ 3ને ગંભીર રીતે ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી હતી. જે તે સમયે બનાવની વિગત અને પ્રત્યક્ષદર્શી ઉંટીયાદરાના રહીશ સંદીપ રબારીને ફેક્ટરીમાંથી મદદની બૂમો સંભળાઈ હતી. ત્યાર બાદ સ્થાનિક યુવાનો તાત્કાલિક કંપની પર દોડી આવ્યા હતા. જેમાં 2 સિક્યુરિટી ગાર્ડનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 1 ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમજ 3ને ગંભીર રીતે પ્રથમ કોસંબા અને ત્યારબાદ અંકલેશ્વર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ ભરૂચ જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી 5 લૂંટારુઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત DCBએ અન્ય 2 આરોપીને ઝડપી પાડ્યા
આ ઘટના બન્યાના 4 વર્ષ બાદ સુરત ડીસીબી પોલીસ દ્વારા લૂંટ વિથ ટ્રિપલ મર્ડર કેસના વધુ 2 આરોપીને ઝડપી પાડ્યા છે. મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન દેપાલપુરના અને સુરત કતારગામ ખાતે રહેતા 21 વર્ષીય વિકાસ ઉર્ફે ટકો નાગુ સિંગ અમરસિંહ ચૌહાણ અને 25 વર્ષીય મહારાષ્ટ્ર રાયગઢના અને હાલ સુરત વેડરોડ ખાતે રહેતા મહેન્દ્ર ઉર્ફે મહેશ ઉર્ફે માયા ઉર્ફે મનીયો હરિ શિવમ ભીલારેને ચોક્કસ માહિતી આધારેથી સુરતથી ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ ભરૂચ એલસીબી તેમજ એસ.ઓ.જી પોલીસને જાણ કરતા પોલીસે ટ્રાન્સફર વોરન્ટ પર બંનેને સુરતથી અંકલેશ્વર લાવીને અંકલેશ્વર તાલુકા પોલીસના હવાલે કરી બંનેના રિમાન્ડની તજવીજ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...