ઉદ્યોગોની આડોડાઈ:અંકલેશ્વરમાં હવા પ્રદુષણને કારણે લોકોના શ્વાસ રૂંધાયા

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તીવ્ર દુર્ગંધ આવતા શ્વાસ લેવું મુશ્કેલ બન્યું
  • કોરોનાના ડરથી નહીં પણ દુર્ગંધના કારણે લોકો માસ્ક પહેરવા મજબૂર

અંકલેશ્વરમાં જળ અને હવા પ્રદુષણ એ માઝા મૂકી છે. જળ પ્રદૂષણ અટકવાનું નામ નથી લેતું તે વચ્ચે હવા પ્રદૂષણ હવે માથું ઉંચકી રહ્યો છે. થોડા દિવસ પૂર્વે રાત્રી ના ભેજ ને લઇ હવા પ્રદુષણ વધ્યું હતું જે અંગે જીપીસીબીએ માં ફરિયાદ કરાઈ હતી આ વચ્ચે શનિવાર ના રોજ બપોરે અચાનક હવા પ્રદૂષણની માત્રા એટલી વધી હતી કે તીવ્ર વાસ ને લઇ લોકો એક તબક્કે શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું હતું અને હવા માં રહેલ કેમિકલ તત્વો ને લઇ લોકો આરોગ્ય સંબંધી ફરિયાદ કરી હતી.

આ અંગે જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબી જાણ કરી હતી હવા એટલી તીવ્ર વાસ હતી જે લોકોએ ફરજિયાત માસ્ક પહેરી ચાલવું પડ્યું હતું આ અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલ ને જાણ કરવામાં આવતા તેમના દ્વારા જીપીસીબી ને જાણ કરી હતી. તો ગત રોજ એ.આઈ.એ ના એન્વાયરમેન્ટ કમિટીના સભ્ય એ આપેલા નિવેદન સામે તેવો સવાલ ઉઠાવ્યા હતા ને ગત રોજ વરસાદ પડ્યો જ નથી તો પાણી ક્યાંથી આવ્યું અને કોર્ટ દ્વારા સુએઝ પાણી પણ ખાડી કે નદી માં છોડવાની મનાઈ છે. તો પછી સુએઝ નું પાણી પણ કેમ છોડવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...