કાનૂની જાગૃતિ શિબિરનો લાભ:અંકલેશ્વરના ગામોમાં લોકોએ કાનૂની શિબિરનો લાભ લીધો

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંક્લેશ્વર કાનૂની સેવા સમિતિ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા

અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પેનલ વકીલો અને પીએલવી ભાઈ બહેનો દ્વારા તાલુકાના ગામો માં કાનૂની જાગૃતિ શિબિર નું આયોજન કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ ના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ અનુશ્રયમાં ભરૂચ જિલ્લા કાનૂની સેવા સમિતિ તથા અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ ના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર તાલુકાના તમામ ગામોમાં કાનૂની શિબિર યોજાઈ રહી છે.

આ કાનૂની શિબિર માં અંકલેશ્વરના પેનલ વકીલો અને પીએલવી ભાઈ બહેનો દ્વારા અંકલેશ્વર તાલુકાના તમામ ગામો માં એક સાથે કાનૂની જાગૃતિ શિબિર યોજી દરેક ગામો ની ત્રણ વાર મુલાકાત લઇ તાલુકાના 59 ગામોની પહેલા રાઉન્ડ ની મુલાકાત પૂર્ણ કરી બીજા રાઉન્ડ શરૂઆત કરી છે તાલુકા સેવા સમિતિ દ્વારા હાલ ગડખોલ ગામ માં સિંધવાઇ માતા ના મંદિર ખાતે ભરાયેલ મેળા માં સ્ટોલ ઉભો કરીને મેળામાં આવેલા લોકોને જાગૃત કર્યા હતા તેમજ ડોર ટુ ડોર સંપર્ક અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું આ કાનૂની શિબિર માં મોટી સંખ્યા માં લોકો એ કાનૂની જાગૃતિ શિબિર નો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...