તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલાં દિવસે જામ:નર્મદા મૈયા બ્રિજ પર સેલ્ફી લેવા લોકો ઉમટ્યાં

અંકલેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
નર્મદા મૈયા બ્રિજને જોવા અને સેલ્ફી લેવા લોકોએ પડા પડી કરતા બ્રિજ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. - Divya Bhaskar
નર્મદા મૈયા બ્રિજને જોવા અને સેલ્ફી લેવા લોકોએ પડા પડી કરતા બ્રિજ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
  • લોકો રોંગ સાઈડ પર વાહન લઇ આવ્યાં : બ્રિજ પર બાઈક, કારનો અડિંગો
  • ટ્રાફિક નિવારણ માટે બનેલાં બ્રિજ પર જ ટ્રાફિકજામથી વાહન ચાલકો અટવાયાં

નર્મદા મૈયા બ્રિજ ખુલતા ની સાથે જ ચક્કાજામ સર્જાયો હતો. બ્રિજ જોવા અને સેલ્ફી લેવા પડાપડી જોવા મળી હતી. લોકો રોગ સાઈડ પર વાહન લઇ આવ્યા હતા. બ્રિજ પર બાઈક, કાર નો અડિંગો જોવા મળ્યો હતો. જે ટ્રાફિક થી નિજાત મેળવવા બ્રિજ બન્યો તેના પહેલા જ દિવસે બ્રિજ પર ચક્કા જામ સર્જાયો હતો. અડધા કલાક સુધી લોકો અટવાયા હતા. એક તરફ વાહન લાઈન અને બીજી તરફ બ્રિજ સાથે ના ફોટો સેશન ના દ્રશ્યો જોવા મળ્યા હતા અંકલેશ્વર -ભરૂચ ને જોડાતા નર્મદા મૈયા બ્રિજ ચાલુ થતા ની સાથે જ ગણતરી ના કલાકો માં ત્રાફિક જામ જોવા મળી હતી બ્રિજ પર વાહન લાંબી કતાર લાગી જવા પામી હતી.

બ્રિજ ખુલતા ની સાથે લોકો સાંજે લાઈટીંગ નો નજારો જોવા ઉમટી પડ્યા હતા ને પોતાના વાહન લઇ બ્રિજ પર ઉમટી પડતા વાહનો કતાર જોવા મળી હતી એટલું જ નહીં બ્રિજ પર લોકો વાહનો પાર્ક કરી ફોટો સેસન કરતા નજરે પડ્યા હતા અને રોગ સાઈડ પર વાહનો લઇ પરત આવતા સ્થિતિ સર્જાઈ હતી. જેને લઇ રાત્રી ના એક તબક્કે બ્રિજ પર ચક્કા જામ સર્જાયો હતો. પોલીસે ની કોઈ રોકટોક કે બંદોબસ્ત ના રહેતા લોકો બિન્દાસ્ત માર્ગો પર અડિંગો જમાવ્યો હતો.

બ્રિજ ને જોવા ની અને ફોટો લેવાની ધેલછા માં ઉમટી પડેલા લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા. એટલું જ નહિ નાસ્તા પાર્ટી પણ યોજી હતી. જેને લઇ આવાગમન કરતા લોકો ને હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને ત્રાફિક ની નિજાત મળશે તેવી તંત્ર જાહેરાત કરી હતી તે જાહેરાત લોકો બ્રિજ પર ભીડ જોતા ઠગારી નીવડી હતી.

અન્ય સમાચારો પણ છે...