લોકોમાં રોષ:અંકલેશ્વરના હસ્તીતળાવ વિસ્તારમાં ડ્રેનેજનું પાણી બેક મારતાં લોકો પરેશાન

અંકલેશ્વર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાથરૂમમાંથી પાણી ઘરમાં અંદર સુધી આવતું હોવાની પાલિકામાં રજૂઆત

અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 5 માં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવ ખાતે છેલ્લા 15 દિવસથી લોકો ના ધરો માં ડ્રેનેજ નું પાણી બેક મારી રહ્યું છે. પાણી સમયે તેમજ સવારે અને સાંજે 2 વખત લોકો ના ધરો માં ડ્રેનેજ નું પાણી બાથરૂમ તેમજ ટોયલેટ માં પરત આવી રહ્યું છે. જેને લઇ તીવ્ર વાસ અને ગંદા પાણી ને લઇ લોકો માં ભારે રોષ ફેલાયો હતો. આ અંગે પાલિકાના વોર્ડ ના સભ્યો હમીરભાઇ. ડ્રેનેજ વિભાગ ના ઈજનેર અલ્કેશ અમદાવાદી સહીત પાલિકા અને વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્ન નો નિવરડો ના આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. અને સોસાયટી વિસ્તાર માં માંદગી નો વાવર શરુ થતા લોકોમાં રોષ ફેલાયો હતો.

દુષિત પાણી પરત આવતા લોકો માં રોગચાળો ફેલાવવાનો ડર ઉભો થયો હતો. જેને લઇ સ્થાનિકો દ્વારા અંતે આ અંગે પાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને પાલિકા કારોબારી ચેરમેન સંદીપ પટેલ ને રજુઆત કરતા તેઓ દ્વારા ત્વરિત અસર થી ઈજનેર ને બોલાવી બપોર સુધી માં ડ્રેનેજ નું પાણી પમ્પ કરી દૂર કરવા તેમજ ત્યારબાદ લાઈન બેસી ગઈ છે કે કોઈ અન્ય સમસ્યા છે તેઓ સર્વે રિપોર્ટ કરવા તાકીદ કરી હતી જે આધારે 45 ડી હેઠળ કામ હાથ લઈ ત્વરિત અસર થી કામગીરી કરવા તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...