ચીકદા ગામના સીમ વિસ્તારમાં એ મોટર સાઇકલ ચાલકે ત્યાંથી પસાર થતાં રાહદારીને ટક્કર મારતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંતેમનું સારવાર વેળાં મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે દેડિયાપાડા પોલીસે ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા ના બોરીડાબરી નિશાળ ફરીયામાં રહેતા અતુલ સોમા વસાવા પોતાના કબજાની મોટર સાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોજે ચીકદા ગામની સીમ વિસ્તારમાં શંભુ નગર તરફ જવાના રસ્તા ઉપર આવેલા નાળા પાસે ચિકદા ગામના ગોનજી વાલજી વસાવાનાઓ ચાલતા ચાલતા આવતા હોય તેઓને પાછળથી મોટરસાયકલની ટક્કર મારી એકસીડન્ટ કરી ઘટના સ્થળ ઉપર થી ભાગી ગયો હોવાનું જાણવા મળેલ છે.
એ અકસ્માત માં રાહદારી ગોનજીભાઈ વસાવાને માથાના ભાગે તથા શરીરે ઓછી વતી ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં. જ્યાં તેમનું સારવાર વેળાં મોત નીપજ્યું હતું. સદર ઘટનાની જાણ ડેડીયાપાડા પોલીસની થતા ડેડીયાપાડા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.