અકસ્માત:અંકલેશ્વરમાં વાને ટક્કર મારતાં રાહદારીનું મોત

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 32 વર્ષીય યુવાનના વાલીવારસોની શોધખોળ

અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પર મહિન્દ્રા શોરૂમ નજીક રસ્તો ઓળંગી રહેલા રાહદારીનું મારુતિ વાનની અડફેટે મોત નીપજ્યું હતું. ઘટના માં અકસ્માત સર્જનાર મારૂતિવાન ચાલાકે પ્રથમ ઈજાગ્રસ્ત યુવાન ને 108 ની મદદ થી સારવાર અર્થે ખસેડાયો હતો. સારવાર દરમિયાન મોત નિપજતા અંકલેશ્વર બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે રહેતા નદીમ મોહંમદ ઇકબાલ વોરા ગત રોજ વહેલી સવારે 6 વાગ્યા ના ખરોડ ખાતે દૂધ લેવા નીકળ્યા હતા.\

જે ઓ અંકલેશ્વરમાંથી પસાર થતા જુના હાઇવે પસાર થઇ રહ્યા હતા તે વેળા મહિન્દ્રા શોરૂમ પાસે તેમની મારૂતિવાનની ટક્કરે અજાણ્યો 32 વર્ષીય યુવાન આવી ગયો હતો જેને ગંભીર ઇજા પહોંચતા ખુદ અકસ્માત સર્જનાર નદીમ વોરા એ 108 ને ફોન કરી બોલાવી હતો અને બેભાન અવસ્થા માં અજાણ્યા ઈસમ ને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે ટેલિફોનિક વર્ધી આધારે અંકલેશ્વર બી.ડિવિઝન પોલીસે નદીમ મોહંમદ ઇકબાલ વોરા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...