અકસ્માત:અંકલેશ્વરમાં બાઇકની ટકકરે ઘવાયેલાં રાહદારીનું મોત

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગડખોલ બ્રિજ પર અકસ્માતનો બનાવ

અંકલેશ્વર ગડખોલ પાટિયા ટી બ્રિજ પર થયેલા અકસ્માત ના રાહદારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 1 લી જાન્યુઆરી ના રોજ ટી બ્રિજ પર મોડી સાંજે રાહદારી નેબાઈક સવાર ઈસમે અડફેટે લીધો હતો. બાઈક સવાર અને રાહદારી બને ઈસમો ને સારવાર અર્થે ખસેડ્યા હતા. શહેર પોલીસ બી ડિવિઝન પોલીસે એ બાઈક ચાલકવિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

ગત રોજ અંકલેશ્વર ટી બ્રિજ પર બાઈક સવાર ઈસમનેબ્રિજ પર ચાલી રહેલા ઈસમ ને અડફેટે માં લેતા ગંભીર ઇજા પહોંચી હતી જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવાન નું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઘટનાની વિગતો અનુસાર અંકલેશ્વર બોર ભાઠા રોડ પર આવેલ ભદ્રલોક સોસાયટીમાં રહેતા દીક્ષિત પટેલ ગત 1 લઈ જાન્યુઆરી ના રોજ ટી બ્રિજ પર પુરપાટ પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન રાહદારી યુવાન હરેશ ઉર્ફે હરી સિંગ રાઠવા ટક્કર મારતા બંને ગંભીર ઇજા પહોંચી હતી .

બન્ને ન 108 ની મદદ થી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હરેશ ઉર્ફે હરી સિંગ રાઠવા નુંટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઘટના અંગે મૃતક ના સંબંધી ઉદેસીંગ રાઠવા દ્વારા બાઈક ચાલક દીક્ષિત પટેલ સામે નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...