ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ:અંકલેશ્વરમાં વેપારીની નજર ચૂકવીને 34 હજાર રૂપિયા ભરેલુ પાકીટ લઈને બે ટાબરિયાં પલાયન

અંકલેશ્વર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક ગ્રાહક બની બીજો ટાબરીયો ચોરી કરવા દાદર પર ઉભો રહ્યો હતો
  • શહેર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

અંકલેશ્વર બ્રિજનગર નજીક પ્લાસ્ટિકના હોલસેલના વેપારીના ત્યાર ગ્રાહકના વેશમાં આવેલા એક ટાબરીયાએ આવી બીજા ટાબરીયાએ વોચ રાખીને વેપારીની નજર ચૂકવીને 34 હજાર રૂપિયા ભરેલુ પાકીટ લઇને પાલયન થઈ ગયો હતો. આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. ઘટના અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી હતી.

બે ટાબરીયાઓએ નજર ચૂકવી વેપારીના પાકીટની ઉઠાંતરી કરી
અંકલેશ્વર શહેરમાં બ્રિજ નગર પાસે આવેલા મહાવીર શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં મયંક પટેલ રાધે પ્લાસ્ટિક નામની હોલસેલની દુકાન ચલાવે છે. તેઓ શુક્રવારના રોજ સવારે રાબેતા સમય મુજબ દુકાને ગયા હતા. તેઓ પોતાની દુકાન ખોલી રહ્યા હતા તે સમય દરમિયાન બે ટાબરીયાઓ ગ્રાહકના સ્વાંગમાં તેમની પાસે થેલી લેવા આવે છે. ત્યાર બાદ તેઓ થેલી લેવા અંદર જતા જ બહાર દાદર ઉપર વોચમાં ઉભેલો ટાબરીયાએ તરત જ મોકાનો.ફાયદો ઉઠાવીને દુકાન માલિકનું ટેબલ ઉપર રહેલું રૂપિયા 34 હજાર ભરેલું પકીટની ઉઠાંતરી કરીને પલાયન થઈ જાય છે.

વેપારીએ સીસીટીવીમાં જોતાં ચોરીની જાણ થઈ હતી
જોકે થોડી વાર બાદ મયંક પટેલ પોતાની સાથે લાવેલા પાકીટ શોધતા તે નહિ મળતા શંકા ગઈ હતી.ત્યાર બાદ તેમણે સીસીટીવી ચેક કરતા બે ટાબરિયાંઓએ ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. મયંક પટેલે આ અંગે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. ત્યાર બાદ સીસીટીવી ફૂટેજ મેળવી બંને ટાબરિયાંની શોધખોળ શરુ કરી હતી.

વેપારી
વેપારી
અન્ય સમાચારો પણ છે...