તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ઉથલો:અંકલેશ્વર શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે દર્દીઓ હવે ખાનગી હોસ્પિટલોના સહારે

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જિલ્લાની સૌ પ્રથમ કોવિડ હોસ્પિટલ જયાબહેન મોદી બંધ કર્યા બાદ પુનઃ કોરોનાનો ઉથલો

અંકલેશ્વર માં કોરોના નહિ પણ કોરોના ના ઈલાજ પાછળ થતો ખર્ચ લોકો માટે ઘાતક પુરવાર થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષ માં કોરોના ને લઇ આર્થિક રીતે પાયમાલ બનેલા પરિવાર હવે કોરોના સામે ની બીજી લહેર માં અસુરક્ષિત ભાવ અનુભવી રહ્યા છે. ખાસ કરી અંકલેશ્વર અને જિલ્લા માં અર્શીર્વાદ રૂપ જયાબહેન મોદી હોસ્પિટલ સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ હતી ત્યારે સુધી ઉંચો સાજા થવોનો રેસિયો જોવા મળ્યો હતો તેમજ હોસ્પિટલ માં સરકારી રાહે સારવાર મળતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આર્શિર્વાદ રૂપ બની હતી.

પરંતુ એક તબક્કે કોરોના દર્દી ની પીક ધટતા તબક્કાવાર હોસ્પિટલ કોવિડ સ્પેશિયલ માંથી સામાન્ય હોસ્પિટલ કરવામાં આવી હતી. જે હાલ સામાન્ય હોસ્પિટલની જેમ દર્દીનો ઈલાજ કરી રહી છે. આ વચ્ચે અંકલેશ્વર રોજે રોજ કોરોના દર્દીનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. જેને લઇ તેમને કોરોના સારવાર કરાવી મોંઘી પડી રહી છે. સરકાર દ્વારા કોરોના ની સારવાર માટે ઈ.એસ.આઈ.સી હોસ્પિટલ ખાતે જયાબહેન મોદી બાદ સારવાર ઉપલબ્ધ થશે તેવો મત વ્યક્ત કર્યો હતો પરંતુ ત્યાં પણ કોરોના સારવાર મળી નથી રહી.

આ વચ્ચે ખરોડ આરોગ્ય કેન્દ્ર, ગડખોલ આરોગ્ય કેન્દ્ર માજ હાલ કોવિડની સારવાર સરકાર તરફ થી આપવામાં આવી રહી છે. જેમાં જરૂરી બેડ વ્યવસ્થા અને સારવાર માટે જરૂરી સાધન સામગ્રી જૂજ માત્રા માં છે. ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓ ને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે. જ્યાં સારવાર પૂર્વેજ લાખોનો ખર્ચ પરિવારને જાણવી દેવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો