પથ સંચલન:અંકલેશ્વરમાં RSS દ્વારા પથ સંચલન, શસ્ત્ર પૂજન કાર્યક્રમ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિસ્તબદ્ધ રીતે યોજાયેલું પથ સંચલન શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું

અંકલેશ્વર ખાતે આરએસએસ દ્વારા પથ સંચલન અને શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો. શિષ્ટ બંધ રીતે શહેરમાં યોજાયેલ પથ સંચાલક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિંદુ સમાજમાં સંગઠનની ભાવના તેમજ વિજયવૃત્તિ નિર્માણ કરવાના શુભ હેતુ આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિંદુ સમાજમાં સંગઠનની ભાવના તેમજ વિજયવૃત્તિ નિર્માણ કરવાના શુભ હેતુથી પ્રતિવર્ષની જેમ વિજયાદશમી ઉત્સવ નિમિતે ‘પથ સંચલન’ અને શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીનવાલા હાઇસ્કુલથી શરૂ થયેલ પથ સંચલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પથ સંચલન યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી જીનવાલા સ્કુલ ખાતે સંપન્ન થઈ હતી. કાર્યક્રમમાં શસ્ત્ર પૂજન કરી ગીતના ગાન સાથે સંઘની પરંપરા મુજબ રાષ્ટ્રભાવના અંગે સ્વયંસેવકો કટિબદ્ધ બની હિંદુ સમાજમાં સંગઠનની ભાવના વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...