કોચનું એસી નહિ ચાલતાં પેસેન્જરોમાં રોષ:ગુજરાત એક્સપ્રેસ ટ્રેનના કોચમાં એસી નહિ ચાલતાં પેસેન્જરોએ હોબાળો મચાવ્યો; સમજાવટ બાદ ટ્રેન રવાના કરાઈ

અંકલેશ્વરએક મહિનો પહેલા

અમદાવાદથી મુંબઈ તરફ જતી ટ્રેનના કોચમાં એસસી નહિ ચાલતું હોવાના કારણે પેસેન્જરોએ હોબાળો મચાવતા ટ્રેનને અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર થંભાવી દીધી હતી. ત્યારબાદ સમજાવટ બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

ટ્રેનના કોચનું એસી નહિ ચાલતા પેસેન્જરોમા રોષ
અમદાવાદથી મુંબઈ તરફ જતી ગુજરાત એક્સપ્રેસ ટ્રેન સવારે 7 વાગે તેના નિર્ધારીત સમય મુજબ ઉપડી હતી. પરંતુ ટ્રેનના C-1 કોચમાં ટ્રેનનું એસી નહિ ચાલવાના કારણે પેસેન્જરોમાં રોષ ફેલાયો હતો. જેના કારણે આ ટ્રેનને 15થી 20 મિનિટ સુધી ટ્રેનને અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે થંભાવી દેવામાં આવી હતી. જો કે ત્યારબાદ સમજાવટ બાદ ટ્રેનના એસીની કામગીરી શરૂ કરવામાં આવતા ટ્રેન આગળ રવાના થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...