બ્યુટી પાર્લર કીટનું વિતરણ:પાનોલીની સનફાર્મા કંપની અને વિશાખા બા ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને બ્યુટી પાર્લર કીટનું વિતરણ કરાયું

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાનોલીની સનફાર્મા કંપની અને વિશાખા બા ફાઉન્ડેશન દ્વારા બાકરોલ, ભાદી અને ખરોડ ગામની 35 જેટલી મહિલાઓને બ્યુટી પાર્લર કીટ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.

35 બહેનોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા
ત્રણ મહિના પૂર્વે અંકલેશ્વર તાલુકાના ખરોડ, બાકરોલ અને ભાદી ગામની મહિલાઓ આત્મનિર્ભર બને અને સ્વરોજગારી મેળવી શકે એ હેતુથી પાનોલી સન ફાર્મા લેબોરેટરીના સૌજન્યથી અને વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહકારથી 35 બહેનોને બ્યુટી પાર્લરની તાલીમ આપવા માટે તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યો હતો. ત્રણ મહિનાની તાલીમ પૂર્ણ થતાં જ ત્રણ ગામની 35 જેટલી બહેનોને સર્ટિફિકેટ તેમજ બ્યુટી પાર્લર શરૂ કરી શકે તેમ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્લાન્ટ હેડ સ્નેહલ શાહ, એચ.આર. હેડ બલજીત શાહ, સીએસઆર હેડ સાજીદ બેલીમ, રવિ ગાંધી તેમજ ત્રણ ગામના આગેવાન, ઇમરાન લહેરી, અંકિત અને જુનેદ વડીયા સાથે વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ અને કિંજલ બા ચૌહાણ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...