તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:પાનોલીની આર.કે. ઇન્ડસ્ટ્રીઝમાં રૂ. 2.85 લાખનું કોપર ચોર્યું, ઘટના CCTVમાં કેદ

અંકલેશ્વર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપની સંચાલકે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી : પોલીસે ફૂટેજ મેળવી તપાસ આરંભી

અંકલેશ્વર પાનોલી જી.આઈ.ડી.સી. મા આવેલો આર.કે. એન્જિનિયરિંગ કંપનીમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. તેઓ આ કંપનીના પાછળના ભાગમાં આવેલ સી.સી.ટીવી કેમેરામાં કેદ થયા હતા. રાત્રિના સમય નો ફાયદો ઉઠાવીને ત્રણ થી ચાર તસ્કરો કંપનીના પાછળના ભાગમાં મુકેલ વેલ્ડિંગ ના મશીન તેમજ વેલ્ડીંગ કેબલ તેમજ કોપરના વાયરો મળીને લગભગ 2,84,000 રૂપિયા ની મત્તાની ચોરી કરી હતી. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જેમાં તસ્કરો કંપનીના છાપરા પરથી ચઢી કંપની 15 ફૂટ ઊંચી દીવાલ થી નીચે ઉતર્યા હતા અને કંપની માં ચોરી ને અંજામ આપ્યો હતો.

કોપર જથ્થો કાઢી લઇ જતા પણ અન્ય સીસીટીવીમાં કેદ થયા હતા. સવારે કંપની સંચાલક કંપની હરીશભાઈ રામુભાઇ વસાવા કંપની પર પહોંચ્યા ત્યારે ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. કંપની આજુબાજુ માં લાગેલા સીસીટીવી ચેક કરતા અંદર ચાર જેટલા તસ્કરો નજરે પડ્યા હતા જે અંગે ત્વરિત અસર થી તેવો દ્વારા તાલુકા પોલીસ મથક નો સંપર્ક સાધ્યો હતો.

અને પોલીસે સીસીટીવી ફૂટેજ આપ્યા હતા તેમજ ઘટના અંગે અંદાજિત 2.84 લાખ રૂપિયા ના કોપર ના જથ્થા અંગે ની પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધવાની તજવીજ કરી સીસીટીવી માં દેખા દેતા તસ્કરોના સ્કેચ તૈયાર કરી ટેક્નિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...