તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:પાનોલીની આઇકોનિક ફાર્મા લાઈવ ડિસ્ચાર્જ કરતાં ઝડપાઈ

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીપીસીબી દ્વારા 5 જૂને લેવાયેલા નમુનાના પૃથક્કરણમાં સાબિત થયું

અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસીમાં પ્લોટ નં. 3202, ફેઝ -3 સ્થિત આવેલી આઇકોનિક ફાર્મા કેમ માં અંકલેશ્વર જીપીસીબી ની ટીમે 5 જૂને તપાસ હાથ ધરી હતી તે દરમિયાન ટીમને જીઆઇડીસીની ઓપન અને ઇન્ટરનલ ડ્રેનેજનું વેસ્ટ વોટર ના અંશો મળી આવતા તેના એનાલીસીસ રિપોર્ટમાં પીએચ : 8.71, સીઓડી : 15983 mg/lit, બીઓડી : 3085 mg/lit, એમોનિકલ નાઇટ્રોજન : 1400 mg/lit, O&G : 620 mg/lit, ફિનોલિક કમ્પાઉન્ડ : 752.19 mg/lit મળી આવ્યા હતા.

વધુ તપાસ આદરી આ વેસ્ટ વોટર પ્રોડક્શન પ્લાન્ટ થી ઇટીપી માં જતી પ્રિમાઇસીસ અન્ડરગ્રાઉન્ડ ચેમ્બરમાંથી આવતું હોવાનું ધ્યાને આવ્યું. જયારે ઇટીપી કાર્યરત ન હતો. એકમ દ્વારા સંગ્રહ ટાંકી ના ટ્રાન્સફર પંપ પર બાયપાસ ની જોગવાઈ / જોડાણ આપવામાં આવ્યું હતું. ફિલ્ટર પ્રેસ પણ કલેક્શન ટેન્ક સાથે જોડાણ હતું અને નિષ્ક્રિય રીતે જોવા મળ્યો હતો. જયારે એકમને ડીટોક્ષ ના CMEE માં એફ્લુઅન્ટ નિકાલ માટે, છ મહિના ની પ્રોવિઝનલ મેમ્બરશીપ બુક ક્વોન્ટિટી 20.50એમએલડીની મળવા છતાં પણ ઉત્પાદન શરૂ કર્યા થી આજદિન સુધી એફ્લુઅન્ટ મોકલ્યું ન હતું. જયારે ઇટીપી એરીયા ની નજીક તપાસ આદરી આસપાસ એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ/છંટકાવ ખુલ્લી જમીન પર જોવા મળ્યો હતો. કેટલીક તૂટેલી પ્લાસ્ટિક બેગમાં પેકિંગ સ્પેન્ટ કાર્બન વેસ્ટ 500 કિલોગ્રામ જેટલું જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...