તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ અકસ્માત:પાનોલીની કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભીષણ આગ, આગ લાગવાનું કારણ હજી અકબંધ : આગમાં કોઈ જાનહાની નહીં

અંકલેશ્વર6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંકલેશ્વર-પાનોલીના ફાયર ફાયટરોએ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો

અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સિડની ફોર્મ્યુલેશન કંપનીમાં બુધવારે બપોરે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુંઅને હવામાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે આગ વિકરાળ બનતા આગની ચપેટમાં કંપનીનું ગોડાઉન પણ આવી ગયું હતું. સમગ્ર બનાવની જાણ થતા જઅંકલેશ્વર ડીપીએમસી અને પાનોલીના 5 થી વધુ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમાં પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ તરફ અંકલેશ્વર તાલુકા પોલીસ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી. પરંતુ રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન સ્પાર્ક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ તંત્ર જણાવી રહ્યું છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટરે સ્થળ તપાસ આરંભી પ્રાથમિક જેસે થેની સ્થિતિ રાખવા સૂચના આપી હતી. તેમને પ્લાન્ટ સ્થળ તપાસ કર્યા બાદ જ સાચું કારણ બહાર આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો