અંકલેશ્વરમાં ચાલુ કોર્ટે આરોપીએ હુમલો કર્યો:ઈસમને મારવાની કોશિશ કરતા સમગ્ર પંથકમાં ચકચાર; પત્ની ઈસમ સાથે બોલતી હોવાની રિષ રાખી હુમલો કર્યો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરની કોર્ટમાં જ આરોપીએ ચપ્પુ વડે એક ઈસમને મારવાની કોશિશ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. જોકે ફરિયાદીએ આરોપીને ધક્કો મારીને ભાગી ગયો હતો. તે સમયે પોલીસે તાત્કાલિક દોડી આવીને હુમલા ખોર આરોપીને ઝડપી પાડ્યો હતો.

આરોપીએ કોર્ટમાં ચપ્પુ લઈને હુમલો કર્યો
અંકલેશ્વરના નવા દીવા વિસ્તારમાં આવેલા શ્યામજી ફળિયામાં કિશન મનાભાઈ વસાવા રહે છે. તેના ગામમાં રહેતો મનીષ માનસિંગ વસાવા અને તેની પત્ની તેજલ વસાવા ત્રણ મહિનાથી તેનું ઘર છોડીને જતી રહી છે. જે કિશન વસાવાના સંપર્કમાં હોવાથી એની રિષ રાખીને આજે જ્યારે કિશનની અંકલેશ્વર કોર્ટમાં તારીખ હોય તેના ભાઈને લઈને કોર્ટમાં ગયો હતો. જોકે તેના સુનાવણીમાં સમય હોય તે કોર્ટ રૂમની બહાર ઉભો હતો. આ સમયે આરોપી મનીષ વસાવાએ હાથમાં ચપ્પુ સાથે દોડી આવીને કિશન ઉપર હુમલો કર્યો હતો. જોકે કિશને તેને ધક્કો મારીને ભાગી ગયો હતો. ઉશ્કેરાયેલા મનીશે તેને કોર્ટમાં જ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે ત્યાં કોર્ટમાં હાજર પોલીસ કર્મીઓએ મનીષને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...