તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વર પાલિકા અને પોલીસએ માસ્ક વગર ફરતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. દિવ્ય ભાસ્કર અપીલ 50 થી 100 રૂપિયાનો દંડ ભરવા ને બદલે માસ્ક પહેરો અને સુરક્ષિત રહો તેવી અપીલ કરી રહ્યાં છે. દંડ થી બચવા લોકો આમતેમ ભાગતા જોવા મળ્યા હતા. કેટલાક લોકો ઉભા રાખવા છતાં ગાડી લઇ ફરાર બન્યા હતા.પોલીસ અને પાલિકા દ્વારા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરી હતી. અંકલેશ્વરમાં વધી રહેલા કોરોના દર્દી ના કેશ વચ્ચે જ્યાં શનિવાર ના રોજ 12 જેટલા કોરોના દર્દી નોંધાયા હતા.
ત્યાં શહેરમાં વકરી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે પાલિકા તેમજ પોલીસ દ્વારા લોકો સંયમતા ના જાળવતા અંતે દંડનીય કાર્યવાહીની શરૂઆત કરી હતી. અચાનક પીરામણ નાકા પાસે પોલીસ અને પાલિકા ની ટીમએ દંડનીય કાર્યવાહી શરુ કરતા માસ્ક વિના રખડતા લોકો 50 થી 100 રૂપિયા ઉપરાંત નો દંડ ફટકાર્યો હતો અને તેમને માસ્ક પહેરવા અપીલ કરી હતી. એટલંુજ નહિં રવિવારે પણ આ ડ્રાઈવ ચાલુ રાખી હતી. જો કહે પાલિકા અને પોલીસની આ કાર્યવાહીથી લોકો એ કચવાટ અનુભવ્યો હતો.
દંડ ન ભરવો પડે તે માટે નાસભાગ કરતા જોવા મળ્યા હતા. રોકવા જતા વાહન પણ હંકારી મુકતા હતા તો પાલિકા દ્વારા પણ કેટલા લોકોને જવા દેતા ભેદભાવ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ ક્યાં હતા. શહેરમાં વધી રહેલા કોરોના સંક્ર્મણ વચ્ચે લોકો પાલિકા અને પોલીસને 100 થી 1000 રૂપિયા સુધીનો દંડ આપવાના બદલે 20 થી 50 રૂપિયા ની કિંમતમાં આવતા માસ્ક પહેરી પોતાનું અને પરિવારને સુરક્ષિત રાખે. દંડ ન ભરી સ્વયંમ પણ સુરક્ષિત રહે તેવી તંત્ર દ્વારા અપીલ પણ કરાઈ છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.