આયોજન:કોંગ્રેસની વિચારધારા સાથે યુવાનોને જોડી આગામી ચૂંટણી જીતવા હાકલ

અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરમાં સનત રાણા હોલ ખાતે યુવા કોંગ્રેસનું સંમેલન યોજાયું

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના યુવા સંમેલન યોજાયું હતું. સનત રાણા હોલ ખાતે યુવા કોંગ્રેસ ના સંમેલનમાં જિલ્લા ના હોદ્દેદારો અને શહેર તાલુકાના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. યુવા કાર્યકરો ને કોંગ્રેસ ની વિચારધારા સાથે જોડી આગામી દિવસો યુથ પાવર વડે ચૂંટણી જીતવા હાકલ કરવામાં આવી હતી.

અંકલેશ્વરમાં સનત રાણા હોલ ખાતે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા, જિલ્લા યુવા પ્રમુખ શકીલ અક્કુજી ઉપસ્થિતિમાં યોજાયેલ અંકલેશ્વર હાંસોટ તાલુકાના નવનિયુકત યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા સહિતના હોદ્દેદારો નું સન્માન કરવામાં આવ્યું હતું સાથે વૈષ્ણોદેવી મંદિર માં ઘટેલી ઘટના સંદર્ભે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ આ સંમેલન માં રાજકીય કિન્નાખોરી રાખીને કોંગ્રેસના કોંગ્રેસના આગેવાનો ને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે તે બાબતે રોષ વ્યક્ત કર્યો હતો.

તો યુવાનો ને વધુમાં વધુ કોંગ્રેસની વિચારધારા સાથે જોડી કોંગ્રેસને મજબૂત કરવાની સાથે સાથે આગામી વિધાનસભા કે અન્ય કોઈપણ ચૂંટણીમાં યુથ પાવર વડે પક્ષને મજબૂત કરી જીતાડવા માટેનું પણ આહવાન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં હાંસોટના કોંગ્રેસ આગેવાન વિજયસિંહ પટેલ, મગન પટેલ, મહિલા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પરમાર સહીતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...