તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા મહેકી:પદ્મસિદ્ધા હોસ્પિટલ સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફીથી પિડાતાં પાર્થ પવારની મદદે, સારવારનો ખર્ચ ઉપાડશે

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધૈર્યરાજની જેમ ગડખોલના પાર્થને પણ 16 કરોડના ઇન્જેક્શનની જરૂરિયાત સર્જાઇ

અંકલેશ્વર ના પાર્થ પવાર ની મદદે પદ્મસિદ્ધા હોસ્પિટલ આગળ આવી છે. 16 કરોડ નું ઇન્જેક્શન સિવાયનો હોસ્પિટલ નો તમામ ખર્ચ ઉઠવાની પહેલ કરી છે. ઇન્જેક્શન માટે હોસ્પિટલ દ્વારા પણ દાતાઓ ને અપીલ કરી હતી. ગડખોલ પ્રમુખ પાર્ક ના પાર્થ પવાર ધૈર્યરાજ ની જેમ એસ.એમ.એ બીમારી થી પીડાઈ રહ્યો છે.

અંકલેશ્વર ના પાર્થ પવાર ને ધૈર્યરાજ જેવી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે. તેની વહારે અંકલેશ્વરની પદ્મસિદ્ધા હોસ્પિટલ આવી છે. ઇન્જેક્શન સિવાયના તમામ ખર્ચ હોસ્પિટલ ઉપાડવાની તૈયારી દર્શાવી પરિવારજનો એ રાહત અનુભવી છે. અંકલેશ્વર માં ૩ માસનો માસુમ પાર્થ પવાર હજુ પગરવ પાડતા શીખે તે પહેલા તે એક એવી ગંભીર બીમારીમાં સપડાયો છે જેમાંથી તેને ઉગારવા માટે હાલ તેના માતા પિતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે.

પાર્થ માટે જીવનનું અસ્તિત્વ ટકાવવા મહાભારતના યુદ્ધ સમાન બની જશે.પાર્થ ની ચકાસણી બાદ માલુમ પડ્યું કે તેના ધૈર્યરાજ જેવી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે. પાર્થને હાલ સારવાર હેતુ હિન્દુજા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પાર્થની હાલ ઉમર માત્ર ૩ મહિના છે. અને તે આ ગંભીર બીમારીમાં સપડાયો છે. તેનો જીવ બચાવવા માટે પરિવારજનોને 16 કરોડના ઇન્જેકશનની જરૂર છે અને તેઓના પરિવારજનો તેની સહાય માટે ગુહાર લગાવી રહ્યા છે.

તેના પરિવારની વ્હારે અંકલેશ્વર ના કાપોદ્રા પાટિયા પાસે આવેલ પદ્મસિદ્ધા હોસ્પિટલ આવી છે અને પાર્થ ના ઇન્જેક્શન સિવાયના તમામ ખર્ચ ઉઠાવવાનું હોસ્પિટલ દ્વારા નક્કી કર્યું છે તેમ હોસ્પિટલ ના સંચાલક ડો.આરતી પ્રજાપતિ વાતચીતમાં જણાવ્યું હતું ત્યારે પરિવારજનો દ્વારા પાર્થ ને બચાવવા માટે ઓનલાઇન માધ્યમથી તેમજ દાતા પાસે મદદ કરવા અપીલ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...