તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:અંક્લેશ્વરના ગડખોલ ગામ ખાતે ભારત રસાયણ કંપની દ્વારા ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરાશે

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 મેટ્રિક ક્યુબિક મીટરનો પ્લાન્ટ સ્થાપશે : પ્રતિ કલાક એક બોટલ ઉત્પાદન થશે

અંકલેશ્વરના ગડખોલ ખાતે ભારત રસાયણ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે. કંપનીના અધિકારીઓ દ્વારા ગડખોલ પંચાયત સાથે સ્થળ તપાસ કરી હતી. ગડખોલ રેફરલ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીની ઓક્સિજન ની કમી ના પડે તે માટે કંપની આગળ આવી હતી. ટૂંક સમયમાં 7 મેટ્રિક ક્યુબિક મીટર નો પ્લાન્ટ સ્થાપશે. પ્રતિ કલાક એક ઓક્સિજન બોટલ ઉત્પાદન કરશે.

અંકલેશ્વરના ગડખોલ ગામે આવેલ રેફરલ હોસ્પિટલમાં હાલ 40 બેડની કોવિડ ઓક્સિજન બેડ હોસ્પિટલ કાર્યરત છે. હવે અંકલેશ્વર ની ભારત રસાયણ કંપની દ્વારા ગડખોલ પી.એચ.સી સેન્ટર ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા આગળ આવી છે. કંપનીના અધિકારીઓ દ્વારા ગડખોલ પંચાયતના ડેપ્યુટી સરપંચ રોહન પટેલ તેમજ સભ્યો અને તલાટી સાથે હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી અને અને પ્લાન્ટ ક્યાં ઉભો કરવો તેની જગ્યા સુનિશ્ચિત કરી હતી.

તેવો દ્વારા આગામી દિવસ માં જિલ્લા વહીવટી તંત્ર ના માર્ગદર્શન હેઠળ અહીં ઓક્સિજન પ્લાન્ટ ની સ્થાપના કરશે જેમાં સ્થળ પરજ 7 મેટ્રિક ક્યુબિક મીટર નો પ્લાન્ટ સ્થાપશે. પ્રતિ કલાક એક થી 2 ઓક્સિજન બોટલ ઉત્પાદન થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...