વિવાદ:ત્રણ શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી પૂર્ણ છતાં ફરજ પર ન લેવાતા ભારે રોષ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર તાલુકાના 3 પૈકી 2 શિક્ષકો અગાઉ નિર્દોષ જાહેર થયા હતા
  • તપાસમાં​​​​​​​ 90 દિવસની કાર્યવાહી પૂર્ણ થયાના 17 મહિના વીતી ગયા

અંકલેશ્વર તાલુકામાં 9, ઓગસ્ટ 2020 ના રોજ મોટવાણ પ્રાથમિક શાળાના શિક્ષક હર્ષદ પટેલ, પ્રાથમિક શાળા રવિદરાના રવિ વસાવા અને પીરામણ પ્રાથમિક શાળાના ચિરાગ લુહારને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા જે અંગે ગત 21 મી માર્ચ રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક ની સૂચના હતી કે 90 દિવસમાં શિક્ષાત્મક કાર્યવાહી પૂર્ણ કરવી. જેને 17 મહિના જેટલો લાંબો સમય શિસ્ત વિષયકમાં વેડફી દેવામાં આવ્યો છે. તેમને ફરજ પર લેવાયા નથી. ખાતાકીય તપાસમાં રવિ વસાવા અને ચિરાગ લુહાર નિર્દોષ જાહેર થયા છે. છતાં કાર્યવાહીમાં મોડું થઇ રહ્યું છે.

તો અન્ય શિક્ષક હર્ષદ પટેલ ની રજૂઆત કરી છે તેમની સામે 5 માંથી 3 આક્ષેપ માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ 2 આરોપ માં ખાતાકીય તપાસ માં ઘણી ગંભીર ક્ષતિઓ અને કિન્નાખોરી રાખી કરવામાં આવી છે. આ અંગે રજૂઆત શિસ્ત અધિકારી મોકલી આપી અપીલ કરી છે. નિર્દોષ જાહેર કર્યા બાદ મૂળ જગ્યા પર પરત હજી સુધી લેઆમાં ના આવતા શિક્ષકોમાં રોષ ફેલાયો છે. આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અંકલેશ્વર ના પ્રમુખ હર્ષદ પટેલ એ જણાવ્યું હતું. કે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે. તાલુકા સંઘ ના હોદેદારો આ મુદ્દે મળવા નો સમય પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવી રહ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...