આક્રોશ:અંકલેશ્વર GIDCમાં કંપનીઓ દ્વારા દૂષિત પાણી જાહેરમાં છોડાતાં રોષ

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી કાંસ અને ખુલ્લા પ્લોટમાં પ્રદુષિત પાણી છોડી મૂકાયું

અંકલેશ્વર જીઆઇડીસીમાં ઉદ્યોગોની ફરી વરસાદી પાણી સાથે દૂષિત પાણી છોડતાં હોવાનું સામે આવ્યું છે. વરસાદના આગમન સાથે જીઆઇડીસી કંપનીઓ દ્વારા વરસાદી કાંસ, ખુલ્લા પ્લોટ તેમજ ડ્રેનેજ લાઇનમાં કેમિકલ યુક્ત ટ્રીટમેન્ટ વિનાનું પ્રદુષિત પાણી છોડી મૂક્યું હતું જેને લઇ ચેમ્બરમાંથી પ્રદુષિત પાણી ફુવારા ની જેમ ઉડ્યું હતું ને ફીણ ના પડ જામ્યા હતા.

એટલું જ નહિ કેમિકલ પાણી ના ખુલ્લા પ્લોટ માં તળાવ સર્જાયા હતા સાથે સાથે કેમિકલ યુક્ત પાણી જાહેર માર્ગ પર અને વરસાદી કાંસ થઇ પમ્પીંગ સ્ટેશન અને આમલાખાડી પમ્પીંગ સ્ટેશન તરફ થી લાઈન પર ઓવરફ્લો થયું હતું. ઉદ્યોગો દ્વારા છોડવામાં આવેલ પ્રદુષિત પાણી ને લઇ અંદર થી તીવ્ર વાસ સાથે એસિડિક પાણી ને લઇ જમીન ને પણ નુકસાન પહોંચ્યું હતું. અનેક વિસ્તારમાં દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...