વિકટ સમસ્યા:ONGC દ્વારા રોહિત ગામને અપાતો પીવાના પાણી પરવઠો બંધ કરાતા રોષ

અંકલેશ્વર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 20 દિવસથી પાણી નહીં મળતા ગ્રામજનોના વલખાં

અંકલેશ્વર ONGC ઓઇલ ફિલ્ડ માં આવેલ રોહિત ગામ ને પીવાનું પાણી ઓએનજીસી દ્વારા વર્ષો થી પૂરું પાડવામાં આવી રહ્યું છે. છેલ્લા 20 દિવસથી રોહિત ગામ ને પાણી આપવાનું ઓએનજીસી દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. જેને લઇ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉદભવી છે.

આ અંગે વારંવાર પંચાયત એ ઓએનજીસીમાં રજુઆત કરવા છતાં ગ્રામપંચાયત રોહિત દ્વારા લેખિત આવેદનપત્ર ઓએનજીસી ને પાઠવ્યું છે. મોટવાણ ગામ ખાતે જી.જી.એસ. મોટવાણથી પાઇપ લાઇન વડે પાણીનો પુરવઠો મોકલવામાં આવતો હતો જે બંધ છે. જો કે પાણી સત્વરે ચાલુ નહિ કરવામાં આવે તો ગામની મહિલાઓ તેમજ ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી હોવાનું પંચાયત ના મનીષભાઈ પટેલ એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...