તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂષિત પાણી:નર્મદામાં ઠલવાતા પ્રદૂષિત પાણીના કારણે માછીમાર સમાજમાં આક્રોશ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાડભૂત રિવર કમ બેરેજમાં દૂષિત પાણીનું સરોવર સર્જાવાની ભીતિ
  • આમલાખાડી, શહેર અને ગામના દૂષિત સુએઝ પાણી નદીમાં ભળતા હોવાની રાવ

નર્મદા નદીમાં પ્રદુષિત પાણી વહેવાનું બંધ નહિ થાય તો ભાડભૂત બેરેજ બન્યા બાદ પણ કેવી રીતે મીઠા પાણીનું સરોવર રચાશે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. નર્મદા નદી અને તેને સંલગ્ન અન્ય જળસ્રોત માં અંકલેશ્વર, ઝઘડિયા અને પાનોલી ઔદ્યોગિક વસાહતના ગંદા પ્રદુષિત પાણી વહેવાનું બંધ નહિ થાય તો ₹5200 કરોડના ખર્ચે ભાડભુત બેરેજ બન્યા બાદ પણ અતિ શુદ્ધ મીઠા પાણી નહિ પણ ગંદા પાણીનું સરોવર રચાશે તેવો સવાલ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ ઉઠાવી તંત્ર અને સરકારમાં પુરાવા સાથે ઈ માધ્યમ થી રજુઆત કરી છે. નર્મદા નદીમાં ઝઘડિયા અને અંકલેશ્વર – પાનોલી ઔદ્યોગિક વસાહત માંથી નીકળતું ગંદુ કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે.

ઝગડીયા ઔદ્યોગિક વસાહત માંથી કેમિકલયુક્ત પાણી પાઇપ લાઇન વડે કંટીયાજાળ દરિયામાં જાય છે. અને તેનું સંચાલન નર્મદા ક્લીન ટેક લિમિટેડ NCTL કંપની કરી રહી છે . આ ઔદ્યોગિક ગંદા પાણીના લીકેજને કારણે અમરાવતી નદી તેમજ તમામ જળ સ્ત્રોતો પ્રદૂષિત થઈ રહ્યા છે .આ ગંદુ પાણી ભાડભૂત પરિયોજના પહેલા બનનારા જળાશયમાં વિસ્તારમાં પહોંચી ને નર્મદા નદી પ્રદુષિત કરી રહ્યું છે.

છેલ્લા ઘણા સમયથી વારંવાર આ પાઇપલાઇન તૂટવાની ઘટના ઓ બની રહી છે અને આ પાઈપ લાઈન નું સંચાલન કરનાર કંપની એનસીટીએલ કોઇ જ યોગ્ય કાર્ય કરી રહી નથી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવે છે પરંતુ કોઈ ચોક્કસ નિરાકરણ આ સમસ્યાનું આવેલ નથી.

આ કેમિકલયુક્ત પાણી નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની માછીમારી અને જીવસૃષ્ટિને પારાવાર નુકસાન થઇ રહ્યું છે. વધુમાં બેરેજ વિયર કમ કોઝવે ઉપરવાસમાં આવું પાણી સતત વહેતું જોવા મળી રહ્યું છે જે ભાડભૂત બેરેજ બન્યા પછી જળાશય ને પ્રદુષિત કરે એ નક્કી હોવાનું સામે આવી રહ્યું છે.

આ ગંભીર સ્થિતિ લઈ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ ના પ્રમુખ કમલેશ મઢીવાલા એ જિલ્લા કલેકટર, જીપીસીબી, ગુજરાત સરકાર સહિત ઈ માધ્યમ થી મેલ કર્યો છે.. જેમાં નર્મદા ક્લીન ટેક લિમિટેડ ને પ્રદુષિત પાણી સીધું દરિયામાં નાખવા અને યોગ્ય ધારા ધોરણો પાલન માટે ફરજ પાડવામાં આવે તેવી માંગ કરી છે.

NCTL કંપનીના પાણીના પ્રદૂષણને રોકવા રજૂઆત
હાલમાં થોડા સમય પહેલા જ અંકલેશ્વર ખાતે આવેલી એનસીટીએલના સીઈટીપીમાંથી મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત ગંદું પાણી આમલાખાડીમાં છોડવામાં આવ્યું હતું અને તે પાણી સૂચિત ડેમના ઉપરવાસમાં વિસ્તારમાં કોયલી ખાડી થઈને દાતી વિસ્તાર પાસે નર્મદા નદીમાં ભળી ગયું હતું. રાત્રે હાલમાં પણ ભળી રહ્યું છે. આ બાબત પર એનસીટીએલ કંપનીના પાણી પ્રદૂષણને કાયમી રીતે રોકવા પગલાં ભરવા રજૂઆત કરાઈ છે. નદીના વિસ્તારમાં કે કોસ્ટલ ઝોનમાં જે કોઈ પાણી પ્રદુષણ થઈ રહ્યું છે તે અસરથી બંધ કરવા માંગણી કરાઈ છે.

કેમિકલયુક્ત પાણીથી માછીમારીને અસર
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટી દ્વારા કેસ નંબર 902 / 2018માં આપવામાં આવેલા ચુકાદા મુજબ પ્રદુષિત પાણી નદીમાં છોડવાનું નથી પરંતુ શુધ્ધીકરણ કરી પાઈપલાઈન વાટે દરિયામાં નાખવાનું છે. ઝઘડિયા વસાહત દ્વારા વગર કોઈ સીઇટીપી પ્રક્રિયાનું કેમિકલયુક્ત ગંદું પાણી સીધું દરિયામાં પધરાવાય છે. જેની સામે વાંધો ઉઠાવ્યો છે. આ પાઇપલાઇન વારંવાર લીકેજ હોવાથી નર્મદા નદીમાં માછીમારીને કેમિકલ અસર કરી રહ્યું છે.આમલાખાડી એમએસ 29, અમરાવતી નદીમાં ઔદ્યોગિક ગંદું પાણી રોકવા કાર્યવાહી કરાય તે જરૂરી છે .

અન્ય સમાચારો પણ છે...