તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્યોગોને છૂટ્ટો દોર:પીરામણ પમ્પીંગ સ્ટેશનમાંથી ફરી દુષિત પાણી આમલાખાડીમાં ઠલવાતા ખેડૂતોમાં આક્રોષ

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પીરામણ પમ્પીંગ સ્ટેશનમાંથી આમલા ખાડીમાં સતત પાણી વહેતાં ખાડીની આસપાસના ગામોની ખેતી લાયક જમીનમાં પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે. - Divya Bhaskar
પીરામણ પમ્પીંગ સ્ટેશનમાંથી આમલા ખાડીમાં સતત પાણી વહેતાં ખાડીની આસપાસના ગામોની ખેતી લાયક જમીનમાં પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે.
  • અંકલેશ્વરમાં જીપીસીબી દ્વારા નક્કર કાર્યવાહી નહીં કરાતા ઉદ્યોગોને છૂટ્ટો દોર
  • રાત્રીના સમયે પ્રદુષિત પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદો ઊઠી

અંકલેશ્વર પીરામણ પમ્પીંગ સ્ટેશન માંથી પુનઃ કેમિકલ યુક્ત પાણી આમલાખાડીમાં ઠલવાતું હતું. પ્રકૃતિ સુરક્ષા મંડળ પમ્પીંગ સ્ટેશને પહોંચ્યું તો પમ્પીંગ સ્ટેશન બંધ જોવા મળ્યું હતું. જે પ્રદુષિત પાણી એન.સી.ટીમાં મોકલવાનું હતું તે બારોબાર આમલાખાડીમાં ઠલવાતું હતું. રાત્રે આ દુષિત પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદ કરી હતી.

પીરામણ ગામ પાસે વહેતી આમલાખાડી માં લાલ કલર નું અને અત્યંત દુર્ગંધ વાળું પ્રદુષિત પાણી દેખાતા ગ્રામવાસીઓ ચોકી ઉઠ્યા હતા અને આ બાબત ની જાણકારી પ્રકૃતિ સુરક્ષા મંડળ ને થતા તેમના દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું હતું કે વાલીયા ચોકડી પાસે આવેલા અંકલેશ્વર જીઆઇડીસી ના પમ્પીંગ સ્ટેશન પાસે થી આ પ્રદુષિત પાણી આમલાખાડી માં જઈ રહ્યું હતું. પમ્પીંગ સ્ટેશન દ્વારા પમ્પીંગ બંધ હતું જે પ્રકૃતિ સુરક્ષા મંડળ ની સ્થળ મુલાકાત પછી પૂછપરછ કરતા ફરી ચાલુ કરવામાં આવ્યા હતા.

રાત્રે ખાડીમાં દૂષિત પાણી છોડી દેવાના કૌભાંડની શક્યતા પ્રકૃતિ સુરક્ષા મંડળે વ્યક્ત કરી હતી. આ શંકા બાબતે તપાસ કરવા જીપીસીબીને ફોનથી ફરિયાદ કરતા તેમના દ્વારા તપાસ અને યોગ્ય કાર્યવાહી ની ખાતરી આપવામાં આવી છે. આમલાખાડી ની આને આજ પરિસ્થિતિ રહેશે તો આસપાસની જમીન ફળદ્રુપતા ગુમાવશે તેવું તજજ્ઞો માની રહ્યા છે.એક તરફ દુષ્કાળની સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે આમલાખાડી આ પરિસ્થિતિ માટે જવાબદારો સામે તંત્ર ક્યારે સખ્ત બનશે તેવો સૂર સંસ્થા અને ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો.

કોર્ટના હુકમનો ભંગ થાય એ રીતે આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવે છે
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી NCT માં મોકલાતા એફ્લુઅન્ટ ક્વોલીટી અને કોન્ટીટી બન્ને જીપીસીબી દ્વારા નિર્ધારિત મર્યાદાથી વધારે આવતી હોય છે. NCT પાસે જરૂરિયાત મુજબના રિઝર્વ ગાર્ડ-પોંડ નહીં હોવાથી ફાઇનલ પમ્પીંગ સ્ટેશનથી પમ્પીંગ બંધ કરવામાં આવે છે. જેથી કોર્ટના હુકમનો ભંગ થાય તે રીતે આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવે છે.

જેમાં ઔદ્યોગિક એકમો, નોટિફાઇડ ના અધિકારીઓ, NCT ના અધિકારીઓ અને જીપીસીબીના અધિકારીઓની સંયુક્ત જવાબદારી હોવાથી બધા જ જવાબદાર છે છતાં જવાબદારી લેવામાં એક-બીજા પર દોષારોપણ કરવામાં આવે છે. કોર્ટના હુકમ પછી કરોડોના ખર્ચે બનેલા NCT “નર્મદા ક્લીન ટેક“ પોતે નર્મદાને પ્રદુષણનો હિસ્સો બની છે. અમારી માંગ છે કે NCT ના સંચાલકો ની સાથે-સાથે નર્મદા ક્લીન ટેક આ નામ પણ બદલવામાં આવે. આ નામ સંજોગોને જોતા યોગ્ય નામ નથી.> સલીમ પટેલ, પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્ય.

અન્ય સમાચારો પણ છે...