સેફ્ટી વીક અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ:અંકલેશ્વરની ટેગ્રોષ કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં દ્વારા આયોજન; 100થી વધુ કર્મીઓએ રક્તદાન કર્યું

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરની ટેગ્રોષ કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. સેફ્ટી વીક અંતર્ગત કંપની દ્વારા રક્તદાન શિબિર તેમજ સેફ્ટી અંગેની પ્રદર્શની અને કર્મચારીઓને સેફ્ટી અંગે જાગૃત કરવા સેમિનાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ હાજર રહીને બ્લડ ડોનેશન કરી સેફ્ટી અંગે માહિતી મેળવી હતી.

કામદારોને સેફ્ટી અને સુરક્ષા અંગે જાગૃત કરાયા
અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલી ટેગ્રોષ કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. સેફ્ટી વિક ઉજવણીના ભાગરૂપે કંપનીના કર્મચારીઓ અને કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સંયુક્ત સાથ સહકારથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ કંપનીના કર્મચારીઓ બ્લડ ડોનેટ કર્યું હતું. કંપની દ્વારા કામદારોમાં સેફ્ટી પ્રત્યે જાગૃતિ આવે એ માટે કામ કરતી વેળા સેફ્ટીના સાધનો પહેરવા જરૂરી હોવાની સાથે સાથે કામદારો કામ કરતી વેળા શું ધ્યાન આપવું અને શું કરવું જોઈએ એ માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જેમાં કામદારોને સેફ્ટી અને સુરક્ષા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...