આદેશ:પેટ્રોલ પંપને થયેલું નુકસાન ચૂકવવા વીમા કંપનીને આદેશ

અંકલેશ્વર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં પાણીથી પંપને ભારે નુકસાન થયું હતું

અંકલેશ્વર ખાતે રાજપીપળા ચોકડી પર આવેલ પ્રિયદર્શની પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપના માલિક સુભાષ રેવાશંકર ભટ્ટે ભરૂચ ખાતે આવેલ બજાજ એલિયાન્સ ઇન્સ્યોરન્સ નામની કંપની પાસેથી તા.17-9-2012ના રોજ વીમો કઢાવ્યો હતો. જેની સમય મર્યાદા તા. 19-9-2013 સુધીની હતી, અને જોખમની મર્યાદા રુ.૨૨ લાખ 40 હજારની હતી. દરમિયાન તા.13-7-2013ના રોજ રાત્રે અંકલેશ્વર રાજપીપળા ચોકડી વાળા વિસ્તારમાં ભારે વરસાદ થતા પુર જેવી પરિસ્થિતિ થઇ હતી.

આને લઈને સદર પેટ્રોલ પંપમાં જમીનમાં અંદર બેસાડવામાં આવે ફાઇબર પ્લાસ્ટિક ની ટાંકી વરસાદના પાણી પેટ્રોલ પંપ વિસ્તારમાં ભરાતા જમીનની બહાર નીકળી ગઈ હતી, ટાંકી ફાટી જઇને ટાંકીમાં રહેલું 8121 લિટર ડિઝલ બહાર આવીને પાણીમાં વહી ગયું હતું. આને લઇને પેટ્રોલિયમના માલિકને કુલ મળીને રૂ.752680 જેટલું નુકશાન થયું હતું. વીમા કંપની દ્વારા ક્લેઇમ નામંજૂર કરતા પેટ્રોલ પંપના માલિક જરૂરી પુરાવા સાથે ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ વીમા કંપની વિરુદ્ધ અરજી આપીને ન્યાય મેળવવા અરજ કરી હતી.

જરૂરી વિગતો અને પુરાવા તપાસીને ગ્રાહક તકરાર નિવારણ કમિશન આ અરજદારને થયેલ નુકશાની વળતર પેટે રૂ. 4.60 લાખ અરજીની તારીખથી ૭ ટકા સાદા વ્યાજ સાથે બે માસમાં ચુકવવા તેમજ રૂ.3 હજાર અરજદારને થયેલ માનસિક ત્રાસના તેમજ રૂ.3 હજાર કાનુની ખર્ચ પેટે ચુકવવા હાલમાં તા.29-6-22ના રોજ વીમા કંપનીને હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...