તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:અંકલેશ્વરના વેપારી સાથે રેમડેસિવિર ઈન્જેક્શનના નામે ઓનલાઇન ઠગાઇ

અંકલેશ્વર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રેમડેસિવિરના કાળાબજાર બાદ હવે ઇન્જેક્શન માટે ઓનલાઇન છેતરપિંડીનો કિસ્સો

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે રહેતા શાંતિલાલ ધોળુને તેમના નાસિક રહેતા સ્વજન માટે રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂર પડી હતી. તે દરમિયાન તેમના નંબર પર અમિત નામના સાઇબર ચાંચીયાએ ઝાયડસ કંપનીની લિંક સાથે સંપર્ક નંબર સામે આવ્યો હતો. કંપનીનું નામ જાણી તેવો દ્વારા 6 ઇન્જેક્શન માટે તેનો સંપર્ક કર્યો હતો.

અમિતે પોતે કંપની સાથે જોડાયેલા હોવાનો વિશ્વાસ સંપાદન કરી 3000-3000 રૂપિયા લેખે 18 હજાર રૂપિયા નક્કી કર્યા હતા. જે આધારે અડધું પેમેન્ટ ઓનલાઇન કરવાનું હતું અને બાકી હોસ્પિટલ ખાતે ડિલિવરી મળે ત્યારે આપવાનું હતું તેમ જણાવ્યું હતું. જે આધારે પ્રથમ 9 હજાર રૂપિયા આપ્યા બાદ થોડીવાર બાદ બાકીનું પેમેન્ટ પણ આપવું પડશે. તેવી જાણ કરતા તેવો દ્વારા અન્ય 7500 રૂપિયા મોકલ્યા હતા.

જ્યારે બાકીના 1500 રૂપિયા ડિલિવરી ખર્ચ રૂપે આવતા ઇસમને આપવાનું નક્કી કરાયું હતું. જે આધારે તેવો રૂપિયા ઓનલાઇન ચૂકવી દીધા હતા અને અંતે થોડી વાર બાદ સાઇબર ઠગે મોબાઈલ બંધ કરી દેતા શાંતિલાલભાઈને છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થયો હતો. આ અંગે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સાઇબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. કોરોના મહામારી વચ્ચે જ્યાં રેમડેસીવીર ઈન્જેક્શન કાળા બજારી બાદ સાઇબર ચાંચીયાઓએ માથુ ઊચક્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો