આક્રોશ:ONGCના મોટવાણ GGS પર રોહિદ ગામની મહિલાઓનો માટલાં ફોડી હલ્લો

અંકલેશ્વર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 21 દિવસથી ગામના 250થી વધુ પરિવારના 1300થી વધુ લોકોને પીવાના પાણી માટે સાંસા
  • અંકલેશ્વર પ્રાંત અધિકારી અને મામલતદારને પણ આવેદનપત્ર પાઠવ્યું

અંકલેશ્વર ના મોટવાણ જી.જી.એસ પર રોહિત ગામની મહિલાઓનો હલ્લાબોલ કર્યો હતો. છેલ્લા 21 દિવસ થી ગામ આ 250 થી વધુ પરિવાર ના 1300 થી વધુ લોકો પીવાના પાણી માટે સાંસા પડી રહ્યા છે. ગામ ના સરપંચ મહિલા ની આગેવાની માં ઉગ્ર રજૂઆત સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. આજુબાજુ અન્ય 10 થી વધુ ગામમાં ઓએનજીસી દ્વારા પાણી પુરવઠો ચાલુ માત્ર રોહિત ગામ ને જ નહિ તેવા સવાલો પૂછ્યા હતા. ગામ પ્રત્યે ઓરમાયું વર્તન ને લઇ ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

હાંસોટ તાલુકાના રોહિદ ગામ ખાતે છેલ્લા 20 દિવસથી પીવાના પાણી સમસ્યા સર્જાય છે. ઓએનજીસી અસરગ્રસ્ત વિસ્તાર માં આવતા રોહિત ગામ ને પીવા નું મીઠું પાણી ઓએનજીસી દ્વારા વર્ષો થી પૂરું પાડવામાં આવી રહ્યું છે. અચાનક છેલ્લા 20 દિવસથી ઓએનજીસી એ પ્રેશર ઉપર થી આવતું ના હોવાનું જણાવી પાણી પુરવઠો બંધ કરી દીધો છે. જયારે આજ સ્થળે થી બાજુના મોટવાણ, હજાત, અડોલ, સરથાણ, તેલવા, કલમ, દીગસ, માગરોળ સહીત ના ગામના માં પાણી પુરવઠો રાબેતા મુજબ ચાલુ છે માત્ર રોહિત ગામ ને પાણી આપવાનું બંધ છે.

જેને લઇ ગ્રામજનો આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામ ના સરપંચ પારૂલબેન પટેલ દ્વારા આ બાબતે વારંવાર પંચાયત ના તરફ લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં ઓએનજીસી પાણી ના આપતા આજ રોજ ઓએનજીસી મોટવાણ જીજીએસ ખાતે મહિલા મોરચો માટલા લઇ પહોંચ્યો હતો અને માટલા ફોડ્યા હતા તેમજ ઉગ્ર રજૂઆત કરી સૂત્રોચ્ચાર કર્યો હતો.

ONGC કચેરી ખાતે પણ મહિલાઓ મોરચો માંડશે
અન્ય ગામો પાણી આપવામાં આવે છે માત્ર રોહિત ગામ ને જ આપવામાં આવતું નથી. ગામ પ્રત્યે ઓરમાયું વર્તન અંગે એસ.ડી.એમ અંકલેશ્વર અને મામલતદાર માં પણ રજુઆત કરી છે. હજી પણ પાણી આપવામાં આવશે નહિ તો આના થી ઉગ્ર રજૂઆત સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે જરૂર પડશે તો અંકલેશ્વર ONGC કચેરી ખાતે પણ મહિલા મોરચો માંડશે. > પારૂલબેન પટેલ, સરપંચ, રોહિતગામ

...તો અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે
અમારા ગામની 1300 થી વધુ ની વસ્તી છે અને 250 થી વધુ પરિવાર વસવાટ કરે છે છેલ્લા 20 દિવસ થી પાણી મળતું નથી જેને લઇ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. સંપ માં પાણી આપતા હતા જે ગામમાં પંચાયત પહોંચાડ્યું હતું આજે પાણી જ આપતા નથી અમને પ્રેશર નથી ઉપર થી મળતું તેમ જણાવે છે તો અન્ય ગામ માં કેમ પાણી મળી રહે છે. આ અંગે વહીવટી તંત્ર ને પણ લેખિત ફરિયાદ કરી છે. ઓએનજીસી દ્વારા વહેલી તકે પાણી આપે તેવી માંગ છે જો ના આપશે તો અમારે આંદોલન સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે. > મનીષ પટેલ, ગામના અગ્રણી

અન્ય સમાચારો પણ છે...