આધુનિક વાન:અંકલેશ્વર નગરપાલિકાને ઓએનજીસી મોર્ચરી વાન અર્પણ કરી

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નગરપાલિકાને ઓએનજીસી મોર્ચરી વાન અર્પણ કરી હતી. મૃતદેહ કોલ્ટ સ્ટોરેજ પેટી માં મૂકી લાવા લઈજવા માટે વાન આપવામાં આવી હતી. પાલિકા પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને ઓએનજીસી ઓફિસ ખાતે સુપ્રત કરાય હતી. અંકલેશ્વર નગરપાલિકાને મોર્ચરી વાન ઓએનજીસી કંપનીએ ડોનેટ કરી હતી અંદાજિત 9 લાખ રૂપિયાની આધુનિક વાન આપવામાં આવી છે.

જેમાં કોલ્ડ સ્ટોરેજ વ્યવસ્થા છે મૃતદેહને લાંબા સમય સુધી મૂકી રાખવા ઉપરાંત આંતર રાજ્ય મૃતદેહ ને લઇ જવા માટે સુગમતા પડશે જેની અર્પણ વિધિ ઓએનજીસી કોર્પરેટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી ઓઅનેજીસી ઇજી એસેટ મેનેજર તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ને પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ તેમજ કારોબારી અધ્યક્ષ ચૈતન્ય ગોળવાલા સહીત પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...