ગ્રામજનોમાં નારાજગી:ONGCએ રોહીદ ગામને આખરે પાણી આપ્યું, પરતું પ્રેસર જ નહિં

અંકલેશ્વર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના રોહીદ ગામને ઓએનજીસીએ પાણી આપતાં મહિલાઓ પાણી ભરવા માટે પહોંચી હતી. - Divya Bhaskar
અંકલેશ્વરના રોહીદ ગામને ઓએનજીસીએ પાણી આપતાં મહિલાઓ પાણી ભરવા માટે પહોંચી હતી.
  • ગામની મહિલાઓએ માટલાં ફોડી હલ્લાબોલ કરતા તંત્ર હરકતમાં

ઓએનજીસીએ અંકલેશ્વરના રોહીદ ગામને આખરે પાણી આપ્યું પણ પૂરતા પ્રેસરથી નહિં આવતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી. પાણી પૂરતા ફોર્સથી નહીં મળતા નળમાં ધીમી ગતિ પાણી આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દરમિયાનગીરી કરે તેવી ગ્રામજનો અપીલ કરી રહ્યા છે. ઓએનજીસી તેમજ અન્ય ગામો પાણીનો વેડફાટ પણ અટકવા માગ સાથે જળ છે તો જીવન છે ની સરકારની નીતિ સાર્થક કરવા અપીલ કરી હતી.દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ આખરે અકડ વલણ છોડી ઓએનજીસીએ રોહીદ ગામને પાણી આપવાની શરૂઆત કરી હતી.

રોહીદ ગામમાં ઓએનજીસી દ્વારા ઘરના એક નળમાં પાણી પડે એટલું પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. પાણી આપ્યું પણ પૂરતા પ્રેસરથી ન આપતા પાણી લોકો સુધી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું નથી. જે પાણીનો જથ્થો આપ્યો છે. તે ગામને આપી શકાય એટલે પણ નથી. ઓએનજીસી દ્વારા આ વિસ્તાર ના 20 થી વધુ ગામો માં પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે દરેક ગામના સમાન પાણી આપવાના બદલે જે ગામમાંથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે તે ગામને જ પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવી નથી રહ્યું.

તેમ ગામ ના સરપંચ પારૂલબેન પટેલે જણાવ્યું હતું. વધુ માં ઓએનજીસી અંકલેશ્વર તરફથી હાંસોટ અને અંકલેશ્વર ના 20 થી વધુ ગામોને પાણી ગામમાં આપવામાં આવે છે આ પાણીનું વિતરણ કરવાની ફરજ ગામ પંચાયત છે જેના માટે ઞુજરાત સરકાર દ્વારા સંપ અને ઓવરહેડ પાણીની ટાંકી બનાવી આપવામાં આવી છે જેનું લાઈટબીલ પણ સરકાર ચૂકવે છે. છતાં કેટલાક ગામોમાં આ પાણી સીધું ગામની પાણીની લાઈનમાં આપી દેવામાં આવે છે.

વહીવટી તંત્ર દરમિયાનગીરી કરે તેવી માગ
પાણીનો બગાડ થતો અટકી શકે અને તો જ સરકારની હર ઘર નલ સે જળ ની યોજના સાકાર થઇ શકે છે. જે માટે જિલ્લા વહીવટી તંત્ર હવે દરમિયાનગીરી કરી આ અંગે યોગ્ય તપાસ કરે તેમજ ઓએનજીસી પૂરતા પ્રમાણમાં પાણી આપવા તાકીદ કરે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...