ક્રાઈમ:બાઈક ચોરીના ગુનામાં એક શખ્સ ઝડપાયો, વધુ પૂછપરછ હાથ ધરી

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીઆઇડીસી પોલીસ ચોરીની બાઈક સાથે ચોરને નસવાડી થી ટ્રાન્સફર વોરન્ટ પર લઇ આવી હતી. ભાગ્યોદય ટિમ્બર બાજુ માં આવેલ ગોડાઉન પાસે ચોરી થયેલી પલ્સર મોટર સાઇકલ ભેદ ઉકેલાયો હતો. ગત 12 મી જૂન ના રોજ અંકલેશ્વર જીઆઇડીસીના ભાગ્યોદય ટિમ્બર બાજુ માં આવેલ ગોડાઉન બહાર થી બ્લુ રંગ ની પલ્સર મોટર સાઇકલ ચોરી થઇ જવા પામી હતી જે 75 હજાર રૂપિયા ની મોટર સાઇકલ ચોરી અંગે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી હતી દરમિયાન નસવાડી પોલીસ મથકેએ મૂળ મધ્ય પ્રદેશ ના અલીરાજપુત ના રહીશ રાકેશ ભીલ ને ચોરી ની શંકાસ્પદ મોટર સાઇકલ સાથે ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...