તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વરની અંબિકા ઓટોમાં પાર્ટસમાં 13 જુલાઈ 2019 ના રોજ રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનનું સાઈડનું શટરનું લોક તોડીદુકાનમાં પ્રવેશ કર્યો હતો. દુકાનમાંથી 64 હજાર રૂપિયાની કિંમતના સ્પેરપાર્ટ્સની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. દરમિયાન ગત સ્પતાહે ભરૂચ એ ડિવિઝન પોલીસે પાંચબત્તી પાસેથી રીક્ષામાંથી 2 રીઢા ચોરોને ઝડપી પાડ્યા હતા. જેમને અંકલેશ્વર શહેર પોલીસના હવાલે કર્યા હતા. શહેર પોલીસે મૂળ ખેડાના અને હાલ ભરૂચ ઝુપડપટ્ટી ખાતે રહેતા અર્જુન ઠાકોર વસાવા અને ન્યુ સાબુગઢ ઝુપડપટ્ટી મહાવીર નગર ખાતે રહેતા ટીપુ સુલ્તાન રફીક દીવાનની ધરપકડ કરી હતી. તેમને કોર્ટ માં રજુ કરતા કોર્ટએ રિમાન્ડ આપ્યા હતા. જે રિમાન્ડ દરમિયાન પોલીસ સમક્ષ તેવો સ્પેરપાર્ટ વેદ પ્રકાશ નામના ભંગારીયાને વેચ્યો હતો જે આધારે પોલીસે ભંગારીયા ની ધરપકડ કરી હતી અને ચોરીનો માલ ક્યાં સગેવગે કર્યો છે તેમજ ચોરીનો માલ રિકવર કરવાની તજવીજ આરંભી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.